દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU)માં થયેલી હિંસાને એક સપ્તાહ થઈ ગયું છે. દિલ્હી પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને બીજી બાજુ સખત રાજકીય નિવેદનો પણ થઈ રહ્યા છે. આ દરમિયાન સોમવારે JNUમાં નવું સેમિસ્ટર શરૂ થઈ ગયું છે અને બીજી બાજુ જામિયા મીલિયા કેમ્પસમાં વિદ્યાર્થીઓ વાઈસ ચાન્સેલર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.
જામિયાના કેમ્પસમાં વિદ્યાર્થીઓ સતત વાઈસ ચાન્સેલર વિરુદ્ધ નારેબાજી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓની માંગણી છે કે, વાઈસ ચાન્સેલર બહાર આવીને વિદ્યાર્થીઓ સાથે વાત કરે. તે માટે વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલરની ઓફિસ પણ ઘેરી લીધી છે. વિદ્યાર્થીઓ તરફથી પોલીસ એક્શન, હિંસા મામલે વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. દિલ્હી પોલીસ દ્વારા જે પ્રમાણે વિદ્યાર્થીઓ સાથે વર્તન કરવામાં આવ્યું છે, તેમને મારવામાં આવ્યા છે તે મામલે એક્શન લેવામાં આવે તેવી વિદ્યાર્થીઓ માંગણી કરી રહ્યા છે.