ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી પાંચ માર્ચથી શરૂ થનારી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 80 ટકા કરતા ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેવાનો નિર્ણય લેવાયો છે. આ વખતે બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ ઓનલાઈન મળશે. જેમાં સ્કૂલનાં આચાર્યને પાસવર્ડ આપવામાં આવશે. જેથી સ્કૂલનાં આચાર્યએ આવા ઓછી હાજરી ધરાવતા વિદ્યાર્થીઓની હોલ ટિકિટ પર લાલ અક્ષરે લખી બોર્ડમાં જમા કરાવવાની બોર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે.