કર્ણાટકની શૈક્ષણિક સંસ્થાઓમાં હિજાબ પહેરવા પર પ્રતિબંધના હાઈકોર્ટના ચૂકાદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં મંગળવારે સતત આઠમા દિવસે દલીલો થઈ હતી. આ સમયે મુસ્લિમ પક્ષ તરફથી દુષ્યંત દવેએ અનેક તર્કો આપતા ક્હયું કે, હિજાબ મુસ્લિમ મહિલાઓનું ગૌરવ વધારે છે. બીજીબાજુ કર્ણાટક સરકારે દાવો કર્યો હતો કે, અનેક મુસ્લિમ વિદ્યાર્થિનીઓ હિજાબ પહેરવા પણ માગતી નથી, પરંતુ કટ્ટરવાદી સંગઠન પીએફઆઈના દબાણના કારણે તેઓ હિજાબ પહેરવાનો આગ્રહ રાખે છે.