ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવતા વિદ્યાર્થીઓ રજૂઆત કરવા માટે ગૌણ સેવા મંડળની કચેરી પર ગયા હતા. વિદ્યાર્થીઓ આવેદન પત્ર લઇને રજૂઆત કરવા માટે ગયા હતા પરંતુ ગૌણ સેવા પસંદગી મંડળની કચેરી પર કોઈ ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા. રોષે ભરાયેલા વિદ્યાથીઓએ હોબાળો કર્યો હતો અને માગ કરી હતી કે, સરકારના કોઈ પણ પ્રતિનિધિ તેમની મુલાકાત કરે નહીં ત્યાં સુધી વિદ્યાર્થીઓ ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસની બહાર બેસી રહેશે.