એમ.એસ.યુનિવર્સિટીની વિવિધ ફેકલ્ટીઓમાં હાલમાં ચાલી રહેલી પહેલા સેમેસ્ટરની ફાઈનલ પરીક્ષામાં કોઈ વિદ્યાર્થી કાપલી સાથે પકડાય તો તેનો કાપલી સાથે ફોટો પાડવામાં આવી રહ્યો છે.
સત્તાધીશોએ પહેલી વખત આ પ્રકારનો નિયમ બનાવ્યો છે. નિયમ લાગુ કરવા માટે વિજિલન્સ સ્કવોડ અને સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અધ્યાપકોને સૂચના આપવામાં આવી છે.આ ફોટોગ્રાફ વિજિલન્સ સ્કવોડના વોટસએપ ગ્રુપમાં અપલોડ કરવાનો રહેશે.જેનો ઉપયોગ અનફેરમીન્સ કમિટિની કાર્યવાહી દરમિયાન વિદ્યાર્થી સામે પૂરાવા તરીકે થશે.