બિહારમાં 70મી BPSCની પ્રારંભિક પરીક્ષાના નિયમમાં કરવામાં આવેલા ફેરફારોને લઇને વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા છે. હકિકતમાં, 13 ડિસેમ્બરે યોજાનારી BPSC પરીક્ષાના નિયમમાં ફેરફાર કરતા રાજધાની પટણામાં બીપીએસસી કાર્યાલયની બહાર હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉગ્ર પ્રદર્શન કરી રહ્યા છે. શુક્રવારે (6 ડિસેમ્બર) પોલીસે પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કર્યો હતો અને ચર્ચાસ્પદ શિક્ષક 'ખાન સર'ની પણ અટકાયત કરી હતી. જોકે, તેમને પછીથી છોડી દેવામાં આવ્યા હતા.