અમરેલીની કે.કે.પારેખ કોમર્સ કોલેજમાં બીકોમના ત્રીજા સેમેસ્ટરના 2500 વિદ્યાર્થીઓને ઝીરો માર્ક મેળવેલા. ઘટનામાં ફરિયાદ બાદ નિષ્ણાતોની કમિટિ રચાઈ. પેપર ફરી તપાસાયાં. પણ છતાંય એકેય વિદ્યાર્થી ઝીરોમાંથી હીરો ન થઈ શક્યો. તમામને ઝીરો જ આવ્યા. સભ્યોનું કહેવું છે કે કેટલાકમાં તો માઈનસ મૂકવા પડે તેવી સ્થિતિ હતી. પેપરમાં ઘણાંએ ગુજરાતી ભાષામાં અંગ્રેજી લખેલું, ઘણાંએ હનુમાન ચાલીસા લખેલી અને ઘણાંએ ફિલ્મી ગીતો.