ગાંધીનગરમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દિનેશ બાંભણિયા અને યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર હતા. જો કે મંજૂરી વિના ચિંતન શિબિરનું આયોજન કરતા પોલીસે અટકાયત કરી છે. પોલીસે ચિંતન શિબિરમાં આવેલા 50થી વધુ લોકોની અટકાયત કરી હતી. ગાંધીનગરના સરગાસણમાં શિક્ષિત યુવા બેરોજગાર સમિતિની ચિંતન શિબિર આયોજન કરાયું હતું. બેઠકમાં રાજ્યની કોરકમિટીની રચના અને સરકાર સાથે ચર્ચાઓના મુદ્દાઓને આખરી ઓપ આપવાનો હતો પરંતુ તે અગાઉ તેમની અટકાયત કરાઇ હતી.