ભારત-પાકિસ્તાન સરહદે આજે રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી. ભારત અને પાકિસ્તાન વચ્ચેની વાઘા – અટારી બોર્ડર ખાતે ફરજ બજાવનારા બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોને શાળાની બાળાઓએ રાખડી બાંધી હતી. રક્ષાબંધન પૂર્વે યોજાયેલા આ કાર્યક્રમનું આયોજન સ્થાનિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. બીએસએફ જવાનોએ બાળાઓને આશિર્વાદ આપ્યા હતા.