તુર્કીમાં નૂર્દગીથી 23 કિલોમીટર પૂર્વ તરફ ભૂકંપના જોરદાર ઝટકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 માપવામાં આવી છે. જો કે નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ ભૂકંપની તીવ્રતા 7.5 જણાવી છે. જર્મન રિસર્ચ સેન્ટર ફૉર જિયો સાયન્સ જીએફઝેડ મુજબ ભૂકંપનુ કેન્દ્ર જમીનથી લગભગ 9 કિલોમીટર નીચે હતુ. આ ભૂકંપ ઘણો શક્તિશાળી હતો.