ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં વેપાર-ધંધા બંધ રાખવા નિર્ણય કરાયો હતો, જેમાં તમામ સમાજના લોકોએ સમર્થન આપ્યુ હતુ અને આખો દિવસ સોનગઢ ગામ સજ્જડ બંધ રહ્યું હતું. રૂપાલા અને ભાજપના વિરોધમાં બંધનુ એલાન આપવામાં આવ્યુ હતું.
ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામ ખાતે ગુરૂવારે ક્ષત્રિય સમાજના લોકોની આગેવાનીમાં પરશોત્તમ રૂપાલા અને ભાજપના વિરોધમાં ગામ બંધ રાખવા નિર્ણય કરવામાં આવ્યો હતો