કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ચાર વખત યુપી-ઉત્તરાખંડના મુખ્યમંત્રી રહેલા નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની હત્યા કેસમાં પોલીસે તેની પત્ની અપૂર્વા શુક્લાની પોલીસે ધરપકડ કરી લીધી છે. CBIના ફોરેન્સિક ટીમને આ મામલામાં અનેક મહત્વપૂર્ણ પુરાવા મળ્યા હતા જેના આધારે આ કેસ ઉકેલાતો જઈ રહ્યો છે. ફોરેન્સિકની તપાસમાં સામે આવ્યું છે કે રોહિતનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી છે અને તેને બેભાન કરવા માટે કોઈ દવા પણ આપવામાં આવી હતી. રોહિતની ગરદન પર આંગળીઓના નિશાન પણ મળી આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઘટના વાળી રાત વિશે અપૂર્વાની પૂછપરછ કરવામાં આવતા પણ તેણે ત્રણ વખત પોતાના નિવેદન બદલ્યા હતા. જેના કારણે પોલીસની શંકા વધી ગઈ હતી. પોલીસ ઘટના પછીથી જ રોહિતની પત્ની સહિત ઘરના 6 લોકોની સતત પૂછપરછ કરી હતી.