-
25 જાન્યુઆરી 2018ના રોજ જ્યારે દેશભરના સિનેમા ઘરોમાં વિવાદી ફિલ્મ પદ્માવL રજૂ થશે ત્યારે તેનો વિરોધ કરનારા કરણી સેનાના કાર્યકરો શું કરશે તે કહેવાની ભાગ્યે જ જરૂર છે. તોડફોડ. હિંસા. આગજની. પોલીસ સાથે ઘર્ષણ. લાઠી ચાર્જ અને કદાચ ગોળીબાર પણ થાય. બોલીવુડના નિર્માતા-ડીરેક્ટર સંજય ભણસાળી, તેમની માતાનું લખવાની જરૂર જણાતી નથી કેમ કે પદમાવતી-પદ્મમાવતનો વિરોધ કરનારાઓ તેમની માતા અંગે ખરાબ કહી ગયા છે, તો ભણસાળીએ આ ફિલ્મ ક્યા ચોઘડિયામાં શરૂ કરી તેની તેઓ તપાસ કરે અને એવી પણ એક તપાસ કે વિચાર કરીએ કે શું તે વખતે મહારાણી પદ્માવતીને બચાવી શકાઇ હોત.....?
પદ્માવતી તે વખતે રાજપૂતાના સ્ટેટ એટલે કે આજના રાજસ્થાનના ચિતોડના રાજા રાવલ રતનસિંગની બીજી પત્ની હતી. તે ખૂબ જ સૌદર્યવાન હતી. તેમની સુંદરતાના વખાણ તે વખતે છેક દિલ્હી સુધી પહોંચ્યા હતા. મુસ્લિમ આક્રમણખોર અલ્લાઉદીન ખીલજી પદ્માવતી મેળવવા હવસમાં પાગલ થયો છે અને તેને મેળવવા કોઇપણ હદ સુધી જઇ શકે છે એમ તે વખતે સૌને અને ચિતોડની આસપાસના નાના-મોટા રજવાડાઓને પણ તેની જાણ નહીં હોય એમ માનવાને કોઇ કારણ નથી.
હાલમાં પદ્માવત ફિલ્મનો વિરોધ કરનારાઓમાં રાજસ્થાનના તે વખતના રાજાઓના વારસદારો પણ છે. તેમના વારસદારોમાં કેટલીક મહિલાઓએ, જો પદ્માવતને અટકાવવામાં નહીં આવે તો તેઓ જૌહર કરશે તેવી ચીમકી આપી છે. પદ્માવતીએ રાજા રાવલ રતનસિંગ ખીલજી સામે યુધ્ધમાં વીરગતિએ પામ્યા પછી હવસખોર ખીલજીના હવાલે થવાને બદલે અસલ ક્ષત્રાણીની જેમ ચિતોડના મહેલમાં મોટી હોળી પ્રટાવીને તેમાં પોતાની આહુતિ આપી દીધી હતી. તેમની સાથે એ રાજપૂત મહિલાઓએ પણ જૌહરમાં પડીને બલિદાન આપ્યું કે જેમના સૈનિકપતિ રાજાની સાથે યુધ્ધમાં ખપી ગયા હતા.
એ વાતનો કોઇ ઇન્કાર કરી શકે તેમ નથી કે ખીલજી પદ્માવતીને કોઇપણ રીતે મેળવવા માંગે છે તેની જાણ તે વખતે ચિતોડની આસપાસના કે દૂરના રજવાડાઓને નહોતી. તેઓ જાણતા જ હતા અને હશે. શું આ અન્ય રાજા-મહારાજાઓએ ચિતોડ અને જેમને લઇને યુધ્ધ થયું તે પદ્માવતીની આબરૂ બચાવવા કોઇ પ્રયાસો કર્યા હતા? શું તેઓ ચિતોડના રક્ષણ માટે હાથમાં તલવાર લઇને ઘોડે કે હાથીની અંબાડીએ બેઠા હતા? શું આ રાજા-મહારાજાઓએ ભલે પોતે યુધ્ધમાં ના ગયા હોય પણ રાવલ રતનસિંગના પાયદળમાં પોતાના સૈનિકો મોકલ્યા હતા? જેમ રાવલ રતનસિંગ રાજપૂત હતા તે અન્ય રાજાઓ પણ રાજપૂતો જ હશે ન? કેમ તેમણે પોતાની એક્તા ના દર્શાવી અને ચિતોડનું પતન થવા દીધુ? આ સવાલોના જવાબો છે વિરોધ કરનાર કરણી સેના કે પૂર્વ રાજાઓના હાલના વારસદારો પાસે? આ સવાલોના જવાબ ના હોય તો કરણી સેના અને પદમાવતનો વિરોધ કરનારાઓએ મોઢા પર કાળી પટ્ટી બાંધીને જ વિરોધ કરવો જોઇએ. તેમને હિંસા કે તોડફોડનો કોઇ રીતે અધિકાર મળી જતો નથી, નથી અને નથી.
કરણી સેનાના પૂર્વજોએ પદ્માવતીને બચાવવા કોઇ બલિદાન આપ્યા હશે? કોઇ ખીલજીની સામે તલવાર લઇને નિકળ્યા હશે? રાવલ રતનસિંગ ખીલજીની સામે ટકી નહીં શકે તે જાણવા છતાં, મારે શું....એમ માનીને તેમની વહારે નહીં ચઢનારા ચિતોડની આસપાસના રાજાઓને શું ધિક્કારને પાત્ર છે? કદાચ તે વખતની, અને આજે પણ છે તેવી આવી માનસિક્તાને કારણે મોગલો-પોર્ટુગલ અને અંગ્રેજોને ભારતને ગુલામ બનાવવામાં ખાસ કોઇ મુશ્કેલી નહીં પડી હોય.
સંશોધનકારોએ ચિતોડની આસપાસના આવા નબળા અને ડરપોક રાજાઓના નામો શોધીને પ્રજા સામે મૂકવા જોઇએ અને કહેવું જોઇએ કે જુઓ, પદ્માવતીના જૌહર માટે માત્ર હવસખોર ખીલજી જ નહીં આ લોકો પણ એટલા જ જવાબદાર છે ? પણ કરણી સેના અને અન્ય વિરોધ કરનારાઓ આ પાસુ નહીં જુવે. જુવે તો એ રાજાઓની નબળાઇ અને પોલ ખુલી જાય. અને સ્વાભાવિક છે કે તેમને એ નહીં ગમે. કોઇ શંકા કરે તે પહેલા એક ચોખવટ. આ લખનાર પણ રાજપૂત છે અને તે પણ રાજપૂતાના સ્ટેટના વંશજો પૈકીના એક. અમારા પૂર્વજોએ પોતાનો જીવ બચાવવા ધર્મ બદલ્યો નહોતો. તેઓ પોતાનું સર્વસ્વ છોડીને ત્યાંથી નિકળી ગયા અને સદીઓ સુધી રઝળપાટ કરી હતી. તે વખતે કેટલાક હિન્દુ રાજાઓ પોતાની રાજકુંવરીઓ મોગલ વંશના રાજાઓને આપતા જેથી તેમનું રાજ્ય બચી જાય. હશે તેમની તે વખતે એવી કોઇ મજબૂરી હશે પણ પદ્માવતી અને ચિતોડને બચાવવા સમકાલીન રાજાઓએ કોઇ તલવાર ઉપાડી નહોતી તે અંગે કોઇને શંકા હોય અને માહિતી હોય તો આવકાર્ય.
પદ્માવતીએ નબળા રાજાઓને કારણે એક વખત તો જૌહર કર્યું અને હવે તેમની ફિલ્મનો વિરોધ કરીને તેમને ફરી ફરીને જૌહર માટે લાચાર કરવાને બદલે પદ્માવત રજૂ થવા દો.
કરણી સેના અને વિરોધીઓને તે યોગ્ય ના લાગે તો ભંડોળ એકત્ર કરીને(ભાજપ સરકાર તો આપશે જ) ભણસાળીએ બનાવી તેના કરતાં મહાન ફિલ્મ બનાવે અને હાં, તેમાં વળી એ ચોક્કસ દર્શાવજો કે ખીલજીથી પદ્માવતી અને ચિતોડને બચાવવા આસપાસના કેટલા રાજાઓએ “જય મા ભવાની....” કહીને તલવારો હાથમાં લીધી હતી.
બંધ કરો વિરોધ અને શરૂ કરો નવી ફિલ્મની તૈયારીઓ.
નવી સુચિત ફિલ્મનું ટાઇટલ- મા પદ્માવતી અમર રહો.