-
આઝાદ ભારતની ખુલ્લી હવામાં શ્વાસ લઇ રહેલાં છારા સમાજને સમજાયું કે સિતારો સે આગે જહાં ઔર ભી હૈ....ની જેમ સેટલમેન્ટની બહાર પણ એક અલગ દુનિયા છે. સેટલમેન્ટમાં રહેતા પૂરૂષો તો કેદની બહાર નિકળતા પણ મહિલાઓ માટે તો સેટલમેન્ટની કેદ એ જ જીવન હતું. ધંધો-રોજગાર કાંઇ નહીં. સેટલમેન્ટના સત્તાવાળાઓએ કેટલાક પુરૂષોને નજીકની કલ્યાણ મિલમાં નોકરી અપાવી હતી. સાંજ પડે પરત. એવા નોકરીવાળા પરિવારોને સેટલમેન્ટની બહાર નિકળ્યા બાદ મુશ્કેલી ના પડી. પણ અન્યોનું શું? એટલે દેશી દારૂ ગાળવાનો ધંધો થયો શરૂ પૂરબહારમાં.
એવા વાતાવરણમાં એક નામ ધીમે ધીમે ઉપસ્યું કે જેમને જોઇ અને તેમની પ્રતિભા જાણીને કોઇ કમ સે કમ એટલું તો કહે ના..ના હો બધા છારા કાંઇ ચોર કે ગુનેગાર નથી...!!! એ પ્રતિભા એટલે માનસિંગ છારા. ગુજરાત અને દેશના કલા જગત સાથે સંકળાયેલાઓ માટે આ નામ અજાણ્યુ નથી. કદાચ તેઓ કલાના દેશ ફ્રાન્સમાં જન્મ્યા હોત તો પાબ્લો પિકાસો કે લિયો-નાર્દી-દી-વીન્ચીની જેમ અમર થઇ ગયા હોત.
1931માં જન્મેલા માનસિંગ છારા કંઇક અલગ, નોખી માટીના નોખા માનવી.... સમાન હતા.તેમના એકના એક પુત્ર કપ્લેશ ઘાસી મુંબઇમાં ફિલ્મી દુનિયા સાથે જોડાયેલા છે. તેમને આ ન્યૂઝવ્યૂઝ.કોમ પર શરૂ થયેલી છારા સમાજની શ્રેણી અંગે ધ્યાન દોરીને તેમાં તેમના પિતા અને છારા સમાજના ધરોહર સમાન માનસિંગ છારાના જીવન ઉલ્લેખ અંગે ધ્યાન દોરવામાં આવતાં તેમણે ન્યૂઝવ્યૂઝ.કોમને અભિનંદન આપતાં કહ્યું કે “તેમના પિતાએ ગુજરાત અને દેશમાં કલા જગતના વિકાસ માટે ખૂબ જ યોગદાન આપ્યું હતું. દેશ આખામાં બાળ ચિત્રકળાનો પાયો જેમણે નાંખ્યો તેવા માનસિંગ છારાને ભૂલાવી દેવામાં આવ્યા પરંતુ ન્યૂઝવ્યૂઝ.કોમ તેમને યાદ કરીને તેમના વિશે લખી રહ્યું છે તે કલા જગતની એક સેવા જ કહી શકાય.”
52 વર્ષિય કપ્લેશ ઘાસી કહે છે કે, તેમના પિતા માનસિંગભાઇ ખરા અર્થમાં ચિંથરે વિંટળાયેલા રતન હતા.તેમની સામે કોઇપણ હોય, સાચી વાત મોઢા મોઢ કહી દેવાની અને સરકારની કદમપોશી કરનારાઓને ઝાટકી નાંખવા એ તેમનો સ્વભાવ ગુજરાતમાં તે વખતે ચિત્રકળાનો ઝંડો લઇને ફરનારાઓને ગમતો નહોતો. પરિણામે અદભૂત ચિત્રકારી જીનીયસ ચિત્રકાર છતાં તેમને પ્રસિધ્ધિથી દૂર રખાયા અથવા પોતે પણ પ્રસિધ્ધિથી અળગા રહ્યાં હતા. 1950માં તેમણે વડોદરાની એમ.એસ. યુનિ.ના ફાઇન આર્ટસમાંથી પ્રથમ વર્ગમાં ડિપ્લોમા ઇન પેઇન્ટીંગ્સ મેળવ્યું. અને ત્યારબાદ ગુજરાતના કલાગુરૂ રવિશંકર રાવલની છત્રછાયામાં ઉછર્યા. તેમના અને રસીકલાલ પરીખના પ્રયાસોથી અમદાવાદની જાણીતી સી.એન. વિદ્યાલયમાં કલા શિક્ષકની નોકરી ઘર-પરિવારના આજીવિકા માટે શરૂ કરી. જ્યાં તેમણે બાળ ચિત્રકળાનો પાયો નાંખ્યો. સીએનમાંથી તેઓ જી.એલ.એસ.ની એમ.કે.હાયર સેકન્ડરી સ્કૂલમાં જોડાયા અને ત્યાં જ નિવૃત થયા હતા.તેમના હાથ નીચે તૈયાર થયેલા કલા વિષય સાથેના વિદ્યાર્થીઓએ અઢળક ઇનામો જીત્યા હતા.
પિતાની જેમ કંઇક નવું કરનાર કપ્લેશે તે વખતે છારા બોલીમાં સૌ પ્રથમ શેરી નાટક તૈયાર કરી હતી. તેને વાગોળતાં તેમણે કહ્યું કે એમ.એસ.માંથી ડિપ્લોમા મેળવ્યાના બે જ વર્ષ પછી 1952માં દિલ્હીમાં માનસિંગભાઇના મોડર્ન આર્ટના ચિત્રોનું પ્રદર્શન યોજાયું હતું. તે વખતે કલા જગતમાં જેમનો સિક્કો વાગતો હતો તેવા છગનલાલ જાદવે માનસિંગભાઇના મોડર્ન આર્ટનો ભારે વિરોધ કર્યો હતો. કેમ કે તેઓ (જાદવ) એમ જ માનતા હતા તેમના સિવાય અન્ય કોઇ મોડર્ન આર્ટીસ્ટ છે જ નહીં. તે વખતે ત્યારબાદ દેશના ઘણા રાજ્યોમાં તેમના વન મેન શો ચિત્રોનું પ્રદર્શન યોજાયા હતા. જાણીતા ચિત્રકાર પિરાજી સાગરા અને જેરામ પટેલને તૈયાર કરવામાં માનસિંગભાઇનું પ્રદાન હતુ.
માનસિંગભાઇ દ્વારા નિર્મિત કેન્વાસના મોટા તૈલ ચિત્રો તે વખતે એર ઇન્ડિયા-મુંબઇ , કેલિફોર્નિયાના પ્રેરણાબેન મજમુદાર, મેસેચ્યુટે( અમેરિકા)માં બિપિનભાઇ પટેલ, પૂર્વ કેન્દ્રીય મંત્રી બુટાસિંગ, ઉદ્યોગપતિ શ્રેણિકભાઇ કસ્તૂરભાઇ, સેલ્યુલોઝ પ્રોડક્ટ, દ્વારા ખરીદવામાં આવ્યાં હતા તો કેટલીક લલિત કલા અકાદમીઓ અને સ્વ. સીટી દરૂ વગેરેને ત્યાં પણ તેમના ચિત્રો સુશોભિત છે. તેઓ સી. ટી. દરૂની જેમ મૂળભૂત માનવવાદ (રેડીકલ હ્યુમનીસ્ટ )માં માનતા હતા. તેમણે મેળવેલી નામના અને તે વખતના કલા જગતમાં સામા પ્રવાહે તરવાનો પ્રયાસ અને તે વખતે 1990-91માં બજારમાં આવેલી નવીસવી સ્કેચ પેનથી પણ મોડર્ન આર્ટ જેવા એટલે કે કેનવાસ પર તૈલ ચિત્રો જેવા ચિત્રો દોરી શકાય તેવું સૌ પ્રથમ તેમણે વિશ્વના ચિત્રકલા જગત સમક્ષ રજૂ કર્યું ત્યારે જાણીતા અખબાર ગુજરાત સમાચારના રિપોર્ટર તેમની મુલાકાત લેવા આવ્યાં. જેમનું નામ હતું માધવસિંહ સોલંકી. માધવસિંહ સોલંકી બાદમાં પત્રકારત્વ છોડી રાજકારણમાં પ્રવેશ્યા અને ગુજરાતના મુખ્યમંત્રી તેમ જ દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી પણ બન્યા, ત્યારે પણ તેઓ માનસિંગ છારાને આદરથી યાદ કરતા અને કંઇક માંગવા કહેતા. પરંતુ માનસિંગ છારા સાચા કલાકાર હતા, તેમણે કદી કંઇ જ ન માંગ્યું. (ક્રમશ:)