-
ગૌરવશાળી અને ગરવી ગુજરાતમાં છારા સમાજ અમદાવાદ ઉપરાંત દાહોદ અને ભાવનગરમાં પણ વસે છે. ભાવનગર અને સૌરાષ્ટ્રમાં તેમને આડોડિયા તરીકે ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના ઘણાં જુના લોક સાહિત્યના પુસ્તકોમાં આડોડિયાનો ઉલ્લેખ જોવા મળે છે. દાહોદ મધ્ય પ્રદેશની નજીક હોવાથી દાહોદ પંથકમાં તેઓ સાંસી તરીકે ઓળખાય છે. મ.પ્ર. તેઓ સાંસી અને કંજર જાટ તરીકે પણ ઓળખાય છે. તેઓ જ્યાં રહે છે ત્યાં તેમને સ્થાનિક પોલીસની સાથે પનારો પડે છે. કેમ કે શરૂઆતમાં અમદાવાદની જેમ જ તેમને પણ રોજીરોટી માટે ચોરી-ચકારીનો રસ્તો અપનાવવો પડ્યો. અમદાવાદની વાત કરીએ તો નરોડા સેટલમેન્ટના દરવાજા ખુલ્યાં પણ તેમના માથે ગુનેગાર જાતિનું કલંક હોવાથી કોઇ નાની મોટી નોકરીમાં ના રાખે. નજીકમાં નરોડા જીઆઇડીસી. બીજાને નોકરીએ રાખે પણ જો છારા હોય તો નો વેકેન્સી..!!! કેટલાકે વળી હિંમત કરીને જાતિ બદલી નાંખી જીઆઇડીસીમાં નાના મોટી નોકરી મેળવી. જો કે તેમાં પણ જોખમ. જો ખબર પડે કો જાતનો છારો છે તો ગયા કામથી.
અંગ્રેજ અમલદારે સંદેશો આપ્યો કે કાલથી તમે આઝાદ થવાના છો ત્યારે તેમને વિશ્વાસ જ ના બેસે. છોડતા હશે.... વર્ષોથી કેદમાં છે અને એકાએક કહી દે કે જાઓ કાલથી આઝાદ...? સેટલમેન્ટમાં મારા પિતા રમણલાલ સહિત કેટલાક લોકો કોઇ દયાળુ અંગ્રેજ માસ્તરના પ્રયાસોથી થોડુ ઘણું ભણ્યા હતા અને બહારની દુનિયા સાથે સંપર્કમાં હોવાથી તેમને જાણ હતી કે ભારતને આઝાદી મળવાની છે અને તેમની યાતનાના દિવસો હવે પૂરા થવામાં છે. સૌ ખુશખુશાલ. એકબીજાને મળીને જાણ કરે. જ્યાં રહેતા હતા ત્યાંથી જે કાંઇ સરસામાન હતું તેના પોટલા બાંધવા લાગ્યાં. દેશને આઝાદી મળી અને સેટલમેન્ટના દરવાજા ખુલ્યાં. પણ જાયે તો જાયે કહાં......તેમને વસાવવાની કોઇ યોજના સ્થાનિક અંગ્રેજ તંત્ર દ્વારા થઇ જ નહોતી. પરિણામે સેટલમેન્ટની બહાર નિકળીને તે વખતના સાવ ઉજજડ અને વેરાન જગ્યા કે જે અમદાવાદમાં સરદારગ્રામ રેલ્વે સ્ટેશનની નજીક હતી ત્યાં રેલવેના પાટાની સમાંતર નાની ખોલીઓ બનાવીને રહેવા ગયા. છારાનગરમાં આવી “નવ ખોલી” છે. આ લખનારના પિતા રમણલાલે આઝાદી બાદ સ્થાનિક તંત્રની મદદથી છારા સમાજ માટે બનાવી આપેલા 40 મકાન આજે પણ છે. સમાજ સુધારક અર્જુન લાલાની યાદમાં અર્જુન નગર સોસાયટી છે. અંગ્રેજી હકૂમતની યાદમાં કોલોનિયલ શબ્દ પરથી કોલોની બનાવી જે ફ્રી કોલોની તરીકે ઓળખાય છે.
તમને જાણીને નવાઇ લાગશે કે સેટલમેન્ટથી બહાર નિકળ્યા બાદ વર્ષો સુધી છારા સમાજનું નામ મતદાર યાદીમાં નહોતુ. સમાજ સુધારકોના પ્રયાસોથી છારા સમાજના નામો આખરે મતદાર યાદીમાં સમાવાયા.
દેશ 1947માં આઝાદ થયો, 1960માં ગુજરાતનું અલગ રાજ્ય બન્યું. તેમ છતાં, 1975 સુધી સ્થાનિક સુધરાઇના ચોપડે છારાનગર નોંધાયું જ નહોતુ. કોઇ સ્વીકારવા તૈયાર જ નહીં અને એટલે પાણી-ગટર જેવી સાવ સામાન્ય પ્રાથમિક સુવિધાઓનો પણ અભાવ. છેવટે સમાજના સિનિયર વકીલ અને આંદોલનકારી રઘુનાથ છારાની આગેવાનીમાં 1975માં ગુજરાતના રાજ્યપાલ શ્રીમન્નનારાયણ સમક્ષ પ્રતિનિધિ મંડળે આ અંગેની રજૂઆત કરી. રઘુનાથ છારાના જણાવ્યાં અનુસાર , “ રાજ્યપાલને પણ એ જાણીને નવાઇ લાગી કે આઝાદીના આટલા વર્ષો બાદ પણ પ્રાથમિક સુવિધા માટે કોઇ નગર પંચાયત કે નગરપાલિકામાં આ વસ્તીનો સમાવેશ કેમ ના કરાયો. તે વખતે દેશ આખામાં કટોકટી હતી અને રાજ્યપાલનો આદેશ થતાં જ છેવટે નરોડા નગર પંચાયતમાં આ વિસ્તારનો સમાવેશ કરાયો.”
ઠક્કરબાપા, જંગલેશ્વર મહારાજ અને અન્ય સમાજ સુધારકોએ છારા સમાજને મુખ્ય ધારામાં લાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. તેઓ સરકાર સાથે કઇ રીતે પત્રવ્યવહાર અને રજૂઆત કરવી તેનું માર્ગદર્શનની સાથે બાળકોના ભણતર પર ભાર મૂકતા હતા. તેના કારણે આ સમાજમાં શિક્ષણનું પ્રમાણ સતત વધતું ગયું. માતા-પિતા ભલે દેશી દારૂ ગાળે કે ચોરી ચકારી કરે પણ તેમના મનમાં એવી લાગણી ચોક્કસ કે અમે ભલે આ ધંધો અપનાવ્યો પણ અમારા સંતાનોને તેનાથી દૂર રાખીને તેમને સારા બનાવીશું. છારામાંથી સારા બનાવવાની એક સામાજિક પરિવર્તનની પ્રક્રિયા આરંભાઇ. આ લખનારના પિતાએ મેટ્રીક સુધીનું શિક્ષણ મેળવ્યું હતું. તેઓ તેમના માતા-પિતા સાથે સેટલમેન્ટની બહાર નિકળીને નજીકમાં જ વસ્યા. ચોરી અને દારૂ જેવી ગુન્હાહિત પ્રવૃતિઓ તો નહીં જ કરૂ , એવા એક મક્કમ ઇરાદા સાથે તેમણે અન્યોથી અલગ રાહ અપનાવીને સરકારની મદદથી આજીવિકા માટે પશુપાલનનો વ્યવસાય શરૂ કર્યો. દૂધના વ્યવસાયની સાથે સાથે તેમણે સમાજના લોકોને સાથે રાખીને ખેતી સહકારી મંડળી બનાવીને સરકાર પાસેથી નરોડા વિસ્તારમાં ગણોતિયા તરીકે ખેતીની જમીન મેળવીને ખેતીવાડી પણ શરૂ કરી હતી. તેઓ છારા સમાજમાં એક આદરભર્યું સ્થાન ધરાવતા હતા.
અંગ્રેજોએ છારાઓને ભલે કેદમાં રાખ્યા. પણ સમાજના તે વખતના જે બાળકો હતા તેમાંથી અનાથ અને અન્યોને ભણવા માટે મુંબઇ મોકલ્યા હતા. તેમાંથી એક અનાથ બાળક એવો તૈયાર થઇ રહ્યો હતો કે જેમણે ગુન્હાહિત ગણાતી છારા જાતિ અંગે અન્ય સભ્ય સમાજ, પોલીસ અને સરકારમાં છાપ સુધારવામાં મહત્વનો ફાળો આપ્યો. નવી પેઢીને તૈયાર કરવામાં જેમણે યોગદાન આપ્યું હતું. એ બાળક ત્યારબાદ આગળ જતાં રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થયા હતા. કોણ હતા એ કે જેમનો ઇન્ટરવ્યુ એક એવા રિપોર્ટરે લીધો હતો કે કે જેઓ ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા.....!!! (ક્રમશ:)