-
1960ના નવા વર્ષની શરૂઆત થઇ ગઇ હતી. યુરોપના ફ્રાન્સમાં કાતિલ શિયાળો ચાલી રહ્યો હતો. એવા કાતિલ શિયાળામાં ફ્રાન્સની રાજધાની પેરિસની જેલની બહાર એક યુવાન ખ્રિસ્તી મિશનરી ફ્રાન્સીસ ડોપ્લે ભૂખ હડતાલ પર બેઠો હતો. તેની માંગણી કંઇક એવી હતી કે કેટલીક ગુન્હાહિત પ્રવૃતિઓ બદલ જેલમાં બંધ રીટા નામની એક યુવતીને મુક્ત કરવામાં આવે. કારણ ? તેઓ આ ખૂબસુરત યુવતીના પ્રેમમાં પડ્યા હતા. મીશનરી યુવાને સત્તાવાળાઓને ખાતરી આપી કે તેઓ આ યુવતીને સુધારીને , શહેરના અન્ય સારા નાગરિકની જેમ બનાવીને તેની સાથે લગ્ન કરવા માંગે છે. આ યુવતી કાંઇ અંગ્રેજ કે ધોળી ચામડી વાળી યુરોપિયન નહોતી. આ યુવતી હતી યુરોપમાં ફેલાયેલા મૂળ ભારતના જીપ્સી સમુદાયની અને તેમાં પણ છારા-સાંસી જાતિની હતી....!!!
પાના નંબર 51 પર આ રસપ્રદ કિસ્સો અધિકૃત પુસ્તક “ ધી સાંસીસ ઓફ પંજાબ”માં વર્ણવામાં આવ્યો છે. ફ્રાન્સીસ ડોપ્લેએ ફ્રાન્સમાં વસતા અને અસામાજિક પ્રવૃતિઓ આચરતા સાંસી જીપ્સી સમુદાયમાં સામાજિક સુધારાની ઝુંબેશ હાથ ધરી ત્યારે તે રીટાના સંપર્કમાં આવ્યો અને તેને પોતાનું દિલ દઇ બેઠો હતો.
13મી સદીમાં રાજસ્થાન અને તે વખતના રાજપૂતાના રાજ્ય પર મુસ્લિમ આક્રમણને કારણે રાજપૂતોને ત્યાંથી નિકળી જવું પડ્યું અને ઉત્તર ભારતમાં આશરો શોધવાની સાથે કેટલાક હિંમત કરીને વિદેશ તરફ નસીબ અજમાવવા ફંટાયા. 14મી સદીમાં યુરોપના અનેક દેશોમાં જીપ્સીની હાજરી જોવા મળે છે. આ નામ તેમને યુરોપમાંથી મળ્યું. યુરોપના લોકો એમ માનતા કે તેઓ ઇજીપ્તના છે અથવા ઇજીપ્ત થઇને આવ્યાં હોવાથી તેમને જીપ્સી કહેતા.પુસ્તકના લેખક શેરસિંહ- શેર લખે છે કે યુરોપમાં ગયેલા જીપ્સીઓ ઉત્તર ભારતમાંથી ગયેલા મૂળ ભારતીયો જ છે. અને તેમાં પણ સાંસી જાતિના પણ છે. તેમના રીત રિવાજ, માન્યતાઓ અને ખાસ કરીને લગ્ન વખતે વર્જીનીટી ટેસ્ટની પ્રથાનું ચલણ વગેરે એ બાબત માનવા પ્રેરે છે કે વિદેશમાં અલગ અલગ દેશોમાં વર્ષો પહેલા ભટકતું જીવન ગાળતા ગાળતા પહોંચેલા મૂળ ભારતના વિસરાયેલા બાંધવોએ ખૂબ યાતનાઓ સહી હતી. તેઓ કોઇ ખ્રિસ્તી પાદરી પાસેથી પોતે સારા લોકો છે અને તેમને ગામમાં કે શહેરમાં રહેવા દેવા એવા ભલામણ પત્રો લઇને ફરતાં અને જે તે ગામના વડા કે શહેરના મુખ્ય વ્યક્તિને બતાવતા. તે પછી જ તેમને રહેવાની મંજૂરી મળતી. જર્મનીમાં યહુદીઓની સાથે સંખ્યાબંધ જીપ્સીઓને પણ નાઝી હકૂમત દ્વારા મોતને ઘાટ ઉતારવામાં આવ્યાં હોવાનો પણ આ પુસ્તકમાં ઉલ્લેખ છે.
વર્જીનીટી અંગે લેખકે વિદેશમાં જીપ્સી સમુદાયમાં આ અંગેનું સંશોધન કરનાર સ્કોલર બ્રિઆન વેસે ફિત્ઝગેરાલ્ડને ટાંકીને લખ્યું છે કે સ્કોટીસ એટલે કે સ્કોટલેન્ડમાં વસતાં જીપ્સીઓ લગ્ન વખતે કન્યાની વર્જીનીટી અંગે ચોક્કસ પુરાવા માંગતા. સ્કોટલેન્ડમાં વસતાં જીપ્સીઓ ઉપરાંત સ્પેન, ફ્રાન્સ અને પૂર્વીય યુરોપમાં તથા યુનાઇટેડ સ્ટેટમાં વસવાટ કરતાં જીપ્સીઓ વર્જીનીટી-કૌમાર્યના પુરાવાનો આગ્રહ રાખતા. છારા-સાંસી સમાજમાં પણ આ પ્રથા આજે પણ છે. અને વિદશમાં વસેલા આ પ્રથાના આગ્રહી જીપ્સીઓ સાંસી સમુદાયના છે.
ઇ.સ. 1117માં ઇરાનના બગદાદમાં અન્ય ઉત્તર ભારતીય ભટકતી જાતિઓની જેમ સાંસી જીપ્સીઓનો પણ એક જથ્થો પહોંચ્યો હતો. આ સમુદાયના લોકો તે વખતે શહેરથી થોડેક દૂર રહેતા અને આજીવિકા માટે અન્ય પશુપાલનની જેમ ડુક્કરો પણ પાળતા. ઇરાનમાં મુસ્લિમ ધર્મ અમલમાં હતો. અને તેમાં આ પ્રાણી વર્જીત ગણાય છે. સાંસી જીપ્સી સમુદાયની એક મહિલા પર તે વખતના શેખ સન્નાન નામના ધાર્મિક પદાધિકારી મોહી પડ્યા. તેઓ સંત હતા. પ્રેમમાં સાનભાન અને ધર્મ ભૂલેલા શેખ સન્નાન સાંસી જીપ્સીની મહિલા જ્યાં ડુક્કરોને ચરાવવા લઇ જાય ત્યાં તેની પાછળ પાછળ જાય. વર્જીત હોવા છતાં તે આ પ્રાણીના બચ્ચાને ધર્મ ભૂલી, બકરીના નાના બચ્ચાને ગળાની આસપાસ વિંટળાઇને રાખીએ તેમ આ વર્જીત પ્રાણીને રાખતા. આ વાત તરત જ બગદાદમાં ફેલાઇ અને શેખને નાત બહાર કરી નાંખ્યો. તેમને મારી નાખવાના પણ પ્રયાસો થયાં. છેવટે તેમના બે અનુયાયીઓએ તેમને પાછા લાવવાનો ઉપાય કર્યો. શેખ તો પ્રેમમાં મશગૂલ હતો અને તે આ સાંસી મહિલાને ત્યાં જ રહેતા. એક દિવસ જ્યારે તે મહિલાને ત્યાં ઉંઘી રહ્યો હતો ત્યારે તેમના અનુયાયીઓ ત્યાં આવ્યાં અને તેમના પર કોઇ એવો પવિત્ર જળનો છંટકાવ કર્યો કે તેઓ સફાળા જાગ્યા અને પ્રેમના વળગણમાંથી બહાર આવ્યાં અને ત્યારબાદ તેમને મૂળ સ્થિતિમાં લાવીને લઇ ગયા. ઇસ્લામિક સાહિત્યમાં આ ઘટનાનો ઉલ્લેખ પણ જોવા મળે છે.
- સાંસીસ ઓફ પંજાબમાં ખ્રીસ્તી મીશનરી અને ઇસ્લામ ધર્મના શેખની આ મહત્વની ઐતિહાસિક અને પ્રાચીન ઘટના દ્વારા એવું પૂરવાર થાય છે કે આજે પણ રશિયા, પોલેન્ડ, હંગેરી, રોમાનિયા વગેરે દેશોમાં રોમા કે જીપ્સી તરીકે વસેલા છે તેઓ મૂળ ભારતના સંતાનો છે. અને તેમાં પણ એક સમુદાય સાંસી જીપ્સી પણ છે. (ક્રમશ)