-
છારા ભાષા પર એક નજર...
છારાઓની આગવી ઓળખ તેમની લોક ભાષા કે લોકબોલી જ છે. એકબીજાને નહીં ઓળખતાં અને એમ લાગે કે સામેની વ્યક્તિ પોતાના સમાજની લાગે છે ત્યા પહેલો જ પ્રશ્ન એ હોય છે- તોં ભાન્તુ હૈ ક્યા? ( તમે ભાન્તુ છો) જો જવાબ હામાં મળે તો બીજો સવાલ પણ તૈયાર- “માલ્હે કા હૈ કી બિઢુઆ કા” એટલે કે માલ્હા ગોત્રનો છે કે બિઢુ ગોત્રનો. અને પછી ભાન્તુ બોલીમાં વાતચીત શરૂ થાય.
જેને ઘાટ ઘાટ કા પાની પિયા.... કહીએ તેમ આ સમાજની ભાષામાં ઘણી ભાષાના શબ્દો જોવા મળે છે. મૂળ રાજસ્થાન-રાજપૂતાનાથી નિકળીને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા, કચ્છ વગેરે થઇને એક જુથ અમદાવાદમાં આવ્યો પરમતુ અંગ્રેજોએ તેમને સેટલમેન્ટમાં કેદ કરીને સ્થાયી કર્યા હતા. છારા ભાષા કે બોલીમાં ઘણી ભાષાના શબ્દોની અસર જોવા મળે છે. છારા ભાષામાં બે જણાં વાતો કરતાં હોય તો સાંભળનારને ઘણીવાર એવું લાગે કે કચ્છી ભાષામાં વાત કરીએ છીએ. તો કેટલાકને રાજસ્થાની ભાષા લાગે છે.
રાજસ્થાની ભાષાની અસર એવી છે કે રાજસ્થાની ભાષામાં કોઇને કહીએ કે- કઠે જાઇ રા...એટલે કે તમે ક્યાં જાઓ છો ? તો આ લખનારની લોકબોલીમાં એવું કહેવાય– કડે જાઇ રા. ‘કઠે”નું “કડે” થઇ ગયું. દા.ત. છોકરાને કહેવું હોય કે “તું અંદર જા” તો અમારી ભાષામાં કહીશું-છોરા માહી જા....અથવા માહી જા તો.....
તેને નજીક બોલાવવું હોય તો એમ કહીશું- છોરા એઠ આવ..
જમવાનું ખાધુ કે નહીં તે પૂછવા માટે- તોં ખાણા ખાયા ક્યા...?
પૈસા માટે અમારી ભાષામાં જે શબ્દ છે તે કદાચ એવો શબ્દ કોઇ ઉપયોગ કરતાં હશે કે કેમ તે એક તપાસ કે સંશોધનનો વિષય હોઇ શકે. અમે પૈસા માટે “ડોખળે” અને મોજમાં હોઇએ તો “ચેચે” કહીએ છીએ. મોજમાં એટલે ક્યાંક બહાર ફરવા જવાનું કોઇ કહે એટલે તરત કહેશે- ઓ, અરે વાહ ચેચે હૈ ક્યા... એટલે કે- એમ, વાહ પણ પૈસા છે?
પાણી માટે અમે “ચંઇ” શબ્દનો પ્રયોગ કરીએ છીએ. દા.ત. દારૂમાં પાણી નાંખ્યું કે નહીં એમ પૂછવું હોય કે કહેવું હોય ત્યારે સામેવાળાને ખબર જ ના પડે અને વાતચીતમાં કહી દે- ચંઇ ગેરો ડા હૈ..અર્થાત પાણી નાંખેલું છે.
રોટલીને ‘માંડા” કહીએ છીએ. માંડા એટલે તવા પર થોડીક શેકીને પછી સગડીની આગ પર ચિપિયાથી પકડીને ઉભડક શેકીને ઉતારી લેવાય તે માંડા કહેવાય છે. માંડા ઉપરાંત રોટી શબ્દ પણ વપરાય છે.
ભારતમાં એક રૂપિયાની નોટથી લઇને 2000 સુધીની નોટ પર 15 ભાષામાં ચલણી નોટની કિંમત એટલે કે જે તે નોટ કેટલા રૂપિયાની છે તે લખવામાં આવે છે. જો કે ભારતમાં 22 ભાષાઓ સત્તાવાર છે અને 7102 જેટલી બોલીઓ છે. જેની કોઇ લિપિ નથી પણ લોકબોલી છે કે જે તે ચોક્કસ સમાજ-સમુદાય પૂરતી બોલાતી હોય તેને લોકબોલી કે લોકભાષા કહેવાય છે. ભારતમાં અંદાજે 200 જેટલી વિચરતી અને વિમુક્ત જાતિઓની મુખ્યત્વ લોકબોલીઓ જ છે. એમાંની એક છારા બોલી છે. જેનો ઉપયોગ કરનારાઓની સંખ્યા આખા દેશમાં અંદાજે એક કરોડ હશે. કેટલાક તેને ભાન્તુ બોલી પણ કહે છે. કેમ કે છારા-સાંસી કંજરભાટ સમાજના લોકોની આગવી ઓળખ શિખોની જેમ કેશ-કંગા કે કડા નથી. તેઓ જે રાજ્યમાં રહે છે ત્યાંનો પહેરવેશ ધારણ કરે છે અને તે રાજ્યની મુખ્ય ભાષા પણ બોલે છે. જેમ કે મહારાષ્ટ્રમાં છારા-સાંસી કંજરભાટ સમાજના લોકો આમ મરાઠીની જેમ માથે સફેદ ટોપી પહેરે છે તો મહિલાઓ પરંપરાગત મરાઠી સાડી પહેરે છે.
વિશ્વની જુનામાં જુની ભાષા કે પ્રથમ ભાષા કઇ તેની માહિતી ગૂગલબાબાના જણાવ્યાં પ્રમાણે, અંદાજે 1 લાખ વર્ષ પહેલા ભાષાના અવશેષો મળે છે. જો કે તેના વિષે ભિન્ન ભિન્ન મતો છે. પણ જેના લેખિત પુરાવા મળ્યા હોય તેવી ભાષામાં સુમેરીયન અને ઇજીપ્તની ઇજીપ્તીયન ભાષા છે. જે ઇ.સ. પૂર્વે 3200 વર્ષ જુની છે. પરંતુ જે પ્રાચીન ભાષા આજે પણ ચલણમાં હોય અને સૌથી વધારે લોકો બોલે છે તેમાં ચીનની ચાઇનીઝ ભાષાનો સમાવેશ થાય છે. ચાઇનીઝ ભાષા ઇશુ પૂર્વે 1500 વર્ષ જુની છે. વિશ્વમાં કરોડો લોકો મુખ્યત્વે ચીનના લોકો આ ભાષા બોલે છે. પરંતુ જાણીને નવાઇ લાગે જે ભાષા પ્રથમ વાર લખાઇને આજે પણ અસ્તિત્વમાં છે તે ભાષા એટલે સંસ્કૃત નહીં પણ તમિલ કે તામિલ છે...!
ભાષા વિજ્ઞાનીઓનું માનવુ છે કે તમિલ ભાષા આમ તો ઇશુ પૂર્વે 300 વર્ષ જુની હોવા છતાં અન્ય જે પુરાવા મળ્યા છે તેના આધારે કહી શકાય કે તે ઇશુ પૂર્વે 2500 વર્ષ જુની છે. સંભવતઃ દ્રવિડોના સમયકાળથી ચાલતી આવે છે. તમિલ ભાષા બોલનારાઓની સંખ્યાં 7 કરોડ કરતાં વધારે છે. ત્યારબાદ સંસ્કૃત ભાષાનો નંબર આવે છે. તે ઇશુ પૂર્વે 2000 વર્ષ પહેલા તેના લેખિત પુરાવા મળ્યા હતા. અન્ય પ્રાચીન ભાષાઓમાં ગ્રીક, હિબ્રુ, અરેબિક વગેરે ભાષા છે.
(ક્રમશઃ)