-
NT-DNT માટે અલગ બજેટ કેમ નહીં ?
કદાજ વિશ્વના ઇતિહાસમાં એ પ્રથમ એવી ઘટના હશે કે જેમાં ભારતની અંદાજે 200 જાતિઓ કે જેની આબાદી આજે 11 કરોડની આસપાસ છે તેમના પૂર્વજોને 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને આઝાદી મળ્યા પછી પણ પાંચ વર્ષ એટલે કે 1825 દિવસ, વગર કોઇ વાંકે ઓપન જેલમાં બંધનાવસ્થામાં રહેવું પડ્યું હોય. આ 200 જાતિઓ એટલે એવી જાતિઓ કે જેમને અંગ્રેજોએ ભારતમાં તેઓ વધુ લાંબા સમય સુધી રાજ કરી શકે તે માટે 1857ના બળવા બાદ આ જાતિના લડાકૂ લોકોને ક્રિમીનલ ગણીને ખાસ બનાવાયેલા કાળા કાયદા ક્રિમીનલ ટ્રાઇબ એક્ટ હેઠળ પકડીને સેટલમેન્ટ( તે સમયની એક પ્રકારની ઓપન જેલ)માં પૂરી દીધા હતા. કોઇ એક પરિવારમાંથી એક નહીં પણ આખેઆખા પરિવારોને તેમાં નાંખીને તેમની પ્રગતિ રોકવાનું ગુન્હાહિત કૃત્ય અને જુલ્મો આચર્યા હતા.કાળા પાણીની સજા માટેની સેલ્યુલર જેલ કે જે આંદામાન-નિકોબારમાં આજે પણ છે તે આ જાતિના લોકો માટે જ મુખ્યત્વે બનાવવામાં આવી હોવાનું અભ્યાસુઓનું માનવું છે. આજે પણ આંદામાન-નિકોબારમાં આ જાતિના લોકો રહે છે. જેમાં ભાન્તુ સમુદાયના લોકોનો પણ સમાવેશ થાય છે.
આ જાતિઓમાં શિક્ષણનું પ્રમાણ વધતાં આજે તેઓ એ વિચારતા થયા છે કે અંગ્રેજોએ તો અન્યાય કર્યો પણ આઝાદી મળ્યા બાદની નવી સરકારે પણ અન્યાય કર્યો અને વગર વાંકે વધુ પાંચ વર્ષ જેલમાં રાખ્યા અને ત્યારબાદ 31 ઓગસ્ટ 1952ના રોજ કાળો કાયદો સંસદના નાબૂદ કરીને તેમને ડિ-નોટીફાઇડ એટલે કે વિમુક્ત જાહેર કરીને જેલોની બહાર કાઢ્યા પણ તેમના સુઆયોજીત પુનર્વસન માટે કોઇ પ્રયાસો ના કર્યા તેના કારણે ભારતની મૂળ જાતિઓ આજે પણ ગરીબ અને પછાત છે.
વૈભવ સખારે નામનો એક યુવાન આ જ જાતિ એટલે કે એનટી- ડીએનટી સમાજનો છે. મુંબઇમાં રહીને તેઓ વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે દરેક સરકારો તેમના બજેટમાં દલિત-આદિવાસી સમાજની જેમ અલગ બજેટ બનાવે તે માટે પ્રયાસો કરી રહ્યાં છે. તેમણે આ લખનાર સાથેની એક વાતચીતમાં એક વાત તરફ ધ્યાન દોર્યું. તેઓ કહે છે ભારતના ભાગલા થયાં ત્યારે જે વિસ્તારો કે શહેરો પાકિસ્તાનના ભાગે આવ્યાં તે શહેરોમાંથી જેમ કે સિંધ પ્રાંતમાંથી મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો પોતાનું બધુ જ છોડીને ભારત આવ્યાં ત્યારે વ્યાપારી ગણાતી આ જાતિના લોકો માટે રહેવાની સાથે તેઓ ભારતમાં ધંધો- વ્યાપાર કરી શકે તેવી વ્ય્વસ્થા દેશ આખામાં કરવામાં આવી. પરિણામે આપણને દેશના ખૂણે ખૂણે સિન્ધી સમાજની કરિયાણાની કે કાપડની દુકાન જોવા મળે છે. આ સમાજને રાજકીય પક્ષોમાં સારૂ એવું સ્થાન પણ મળ્યું. ભારતમાં સિન્ધી સમાજ આર્થિક,સામાજીક અને શૈક્ષણિક રીતે અગ્રેસર છે. પરંતુ અંગ્રેજોએ ભારતને વધુ લાંબા સમય સુધી ગુલામ રાખવા જે જાતિઓથી ડરી જઇને તેમને 1871ના કાળા કાયદા-ક્રીમીનલ ટ્રાઇબ્સ એક્ટમાં જેલમાં રાખી તે જાતિઓની, કમનશીબે આઝાદીના 70-71 વર્ષ પછી પણ માત્ર ચૂંટણી સમયે સંપર્ક કરવામાં આવે છે.
સખારેનું માનવું છે કે બજેટમાં સરકારો જેમ દલિત અને આદિવાસી સમાજ માટે અલગ જોગવાઇ કરે છે તેમ વિચરતી અને વિમુક્ત જાતિઓ માટે અલગ જોગવાઇ અને અલગ બોર્ડ-નિગમ અને અલગ મંત્રાલય બનાવાશે તો જ આ જાતિઓ બંધારણમાં અપાયેલા અધિકારોનો લાભ મેળવી શક્શે. મજાની વાત તો એ છે કે અંગ્રેજોએ તો તેમને પોતાના સ્વાર્થ ખાતર જન્મજાત ગુનેગાર જાહેર કરીને 82 વર્ષ ગોંધી રાખ્યા પણ દેશ આઝાદ થયા બાદ તે વખતના કોઇ નેતાઓને આ જાતિઓની દરકાર લેવાનું ના સુઝ્યું અને આઝાદ ભારતમાં અન્ય સમાજ કે સમુદાયના લોકો ખુશહાલ અને પ્રગતિના પંથે હતા ત્યારે 192 જાતિના લોકો જેમાં છારા-સાંસી, બાવરિયા, ડફેર, ભીલ, બલોચ વગેરે. હતા તેઓ તેમની આઝાદી માટે તરસી રહ્યાં હતા. આખરે મોડે મોડે નવી સરકારના કાને વાત પહોંચી કે દેશ હવે ગુલામ નથી, આ જાતિઓને પણ સેટલમેન્ટમાંથી બહાર કાઢીને આઝાદ કરાવો ત્યારે મહારાષ્ટ્રના સોલાપુર ખાતેના સૌથી મોટા સેટલમેન્ટમાં જઇને પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂએ પ્રતિકરૂપે સેટલમેન્ટની કાંટાળી વાડની તાર કાપીને સેટલમેન્ટમાં રહેતા લોકોને વિમુક્ત જાહેર કરીને બહાર કાઢ્યા. પરંતુ ભારતના ભાગલા વખતે આવેલાઓનું જેમ પુન:વસન કરવામાં આવ્યું તેમ આ સમાજ માટે કોઇ પુન:વસનની પ્રક્રિયા હાથ ધરાઇ નહોતી. પરિણામે રાષ્ટ્રની મુખ્યધારામાં આવવા માટે 200 જાતિઓના કરોડો લોકો હજુ પણ પા પા પગલી ભરી રહ્યાં છે. રાજકીય પક્ષો દલિત-આદિવાસીઓને ટિકિટ ફાળવણીમાં ધ્યાન આપે છે પરંતુ વિચરતી અને વિમુક્ત જાતિઓને કેટલી ટિકિટ આપી ? મહારાષ્ટ્રમાં તેમને રાજીકીય પીઠબળ બીજા રાજ્યો કરતાં વધારે મળ્યું તેનું કારણ તેમની વસ્તી વધારે હોવાનું કહી શકાય. પણ ગુજરાત કે અન્ય રાજ્યોમાં એનટી-ડીએનટી સમાજના આધારે ટિકિટ મળી હોય તેવું જવલ્લે જ બન્યું છે.
- આખામાં વિચરતી અને વિમુક્ત જાતિઓના સમાજ માટે બજેટમાં અલગ ફાળવણી ને જોગવાઇ માટેની લડત શરૂ થઇ છે. એક નવો વિચાર છે તેથી સરકારોમાં તેને સ્વીકારવામાં હજુ ઘણી લાંબી મઝલ કાપવાની છે. વિચરતી ને વિમુક્ત જાતિઓમાં જેમ જેમ જાગરૂકતા અને રાજકીયક્ષેત્રે મહત્વ વધતું જશે તેમ એક સમય એવો આવશે કે દરેક બજેટમાં વિચરતી અને વિમુક્ત જાતિઓના સર્વગ્રાહી વિકાસ માટે અલગ બજેટ ફાળવાયેલું હશે.અને અમે તેમાં સફળ થઇને જ રહીશું, એમ પણ વૈભવ સખારેનું માનવુ છે. (ક્રમશ)