Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • શું સુલતાનાને આઝાદીના લડવૈયા ના કહેવાય?

    આપણાં દેશની આઝાદીની લડાઇમાં અનેક લોકોએ પોતાનું યોગદાન આપ્યું છે. કોઇની ઇતિહાસમાં નોંધ લેવાઇ તો કોઇની ના લેવાઇ. વિશાળ ભારતમાં તે વખતે જેમ કોઇ ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ કરવા કે કરાવવાના પોતાના પ્રયાસો જાનના જોખમે કરતા હતા તો કોઇ એવા પણ ભારતીયો હતા કે જેઓ બ્રીટીશ રાજના ખોળે બેસીને અંગ્રેજોને મદદ કરતાં હતા. બદલામાં અંગ્રેજોની હકૂમત દ્વારા તેમને સર, રાય બહાદુર, હાઇનેસ એવા ઇલકાબો મળતાં હતા. અંગ્રેજોના આવા પીઠ્ઠુઓમાં મોટાભાગે જમીનદારો પણ હતા. આ જમીનદારો.સામંતખોરો અંગ્રેજી હકૂમતની સાથે મળીને ગરીબ અને લાચાર લોકોનું મન ફાવે તેમ તમામ રીતે શોષણ કરતાં. તેઓ દાદ-ફરિયાદ કરે તો ક્યાં કરે? એવા વાતાવરણમાં દેશના અનેક ભાગોમાં એવા પણ લોકો થઇ ગયા કે જેમણે આઝાદીની લડાઇમાં અંગ્રેજોનો અને તેમના મળતિયાઓનો મુકાબલો કર્યો હતો. પરંતુ ઇતિહાસે જાણી જોઇને અથવા અંગ્રેજોના ઇશારે તેમને બદનામ કર્યા કે પછી તેમની કોઇ નોંધ જ ના લેવાઇ. આવા જ એક હતા છારા-ભાન્તુ સમાજના વીર નાયક સુલતાના- મેઘસિંગ ભાન્તુ. અંગ્રેજોએ તે વખતે તેમને ડાકુ- લૂંટારા તરીકે બદનામ કર્યા હતા. પણ તેમણે લૂંટ્યા કોને? અંગ્રેજોના મળતિયા- પીઠ્ઠુ એવા રાય બહાદુરો અને શોષણખોર જમીનદારો-વેપારીઓ(બનિયા)ને.

    આવા વીર નાયકોને શોધીને તેમની સાચી હકીકત બહાર લાવવા માટે અનેક લોકો મથી રહ્યાં છે. ફોરવર્ડ પ્રેસ ડોટ ઇન (forwardpress.in) નામની આવી જ એક વેબસાઇટમાં સુલતાના અને અંગ્રેજોએ જેમને ગુંડા ધુર કહીને બદનામ કર્યા તેના જીવન પર પ્રકાશ નાંખવાનો પ્રયાસ કર્યો છે. આ વેબસાઇટમાં પક્ષપાતની ધૂળ હેઠળ દબાયેલા બહુજન નાયકના નામે એક લેખ રાજેન્દ્રપ્રસાદ સિંહ દ્વારા લખવામાં આવ્યો છે. જેમાં તેઓ લખે છે કે, સુલતાના ડાકુ ઇતિહાસનું સત્ય છે પરંતુ તેમના સંબંધિત અનેક કેટલીક કાલ્પનિક વાતો તેમના પર બનેલી ફિલ્મો, નાટક મંડળીઓ ને લોકગીતોમાં જોવા મળે છે. અંગ્રેજો, ઘનિકો અને સાંમતશાહી યુગના એ જમીનદારોએ સુલતાનાને ડાકુ કહ્યાં. પરંતુ લોકો માટે તો તેઓ ગરીબોના પ્રિય સુલતાન હતા. સુલતાના પર સંશોધન કરનાર સીમેપના એક પૂર્વ વૈજ્ઞાનિક ડો. એન.સી. શાહએ સુલતાનાને મજબૂત ઇચ્છાશક્તિ અને ઉચ્ચ ચરિત્રવાળા વ્યક્તિ ગણાવ્યાં છે.

    રાજેન્દ્રસિંહના આ લેખમાં પણ દર્શાવાયું છે કે સુલતાના ભાન્તુ જાતિનો હતો. ભાન્તુ એક વિચરતી-ખાનાબદોશ જાતિ છે. સુલતાના અમીરોને લૂંટીને ગરીબોને આપતો હતો. આ તેમના સમાજવાદની બ્રાન્ડ-છાપ- હતી. તે હત્યારો નહોતો. ખુદ સુલતાનાએ ફાંસીના માંચડે ચઢતા પહેલાં અંગ્રેજ અમલદારને કહ્યું હતું કે તેણે ક્યારેય કોઇની હત્યા કરી નથી. તેમ છતાં તેને કોઇ એક ગામના એક મુખીની હત્યાનાખોટા કેસમાં ફસાવીને ફાંસી આપવામાં આવી હતી. સુલતાનાને પકડવા માટે અંગ્રેજોએ વિલાયતથી ફ્રેડ્રીક યંગ નામના એક ખાસ હોંશિયાર ઓફિસરને બોલાવ્યાં હતા. ઇંગ્લેન્ડમાં આ પોલીસ અધિકારીની ગુનેગારોને પકડવાની કાબેલિયત વખણાતી હતી. તેમણે સુલતાને પકડવા એક ખાસ ટીમ બનાવી હતી જેમાં તે વખતના જાણીતા અંગ્રેજ શિકારી જીમ કોર્બેટનો પણ સમાવેશ થાય છે. તે આઇરીશ શિકારીની સાથે લેખક અને તત્વચિંતક પણ હતો. જીમ નૈનીતાલની નજીક કાલાઢૂંગીમાં રહેતો હતો. સુલતાના નૈનીતાલના જંગલોમાંથી જ પકડાયો હતો. જો કે તે પહેલાં સુલતાનાએ એક વખત નહીં પણ બે વખત જીમ અને ફ્રેડ્રીક યંગને જીવતા છોડીને પોતાની માનવતા અને ઉદારતા બતાવી તો શું આ તેમનું ઉમદા ચરિત્ર નથી? આ એ જ જીમ કોર્બોટ છે કે જેમણે પોતાના પુસ્તક-માય ઇન્ડિયામાં સુલતાના માટે પ્રકરણ લખ્યું છે જે સુલતાના: ઇન્ડિયન રોબિનહુડના નામે પ્રસિધ્ધ છે. આ પ્રકરણમાં તેમણે સુલતાનાના ભારોભાર વખાણ કર્યા છે.

    એમ.જી. સિંગ નામની એક વ્યકિતએ 9 ઓગસ્ટ 2016માં લખેલા એક બ્લોગ એ ફિસ્ટ ફુલ ઓફ મેમરીઝમાં સુલતાના ડાકુ અંગેના લેખમાં સુજીત સરાફ દ્વારા સુલતાના વિષે પ્રસિધ્ધ કરાયેલા પુસ્તક કન્ફેશન ઓફ સુલતાના ડાકુ’” ને ટાંકીને સરકાર-સમાજ અને ઇતિહાસકારોને એવો પ્રશ્ન કર્યો છે કે શું સુલતાના સ્વાતંત્ર્ય સેનાની નહતો?

    એમ.જી. સિંગ લખે છે કે સુલતાનાનો જે કાર્યકાળ છે (1924માં તેને ફાંસી આપી તે પહેલાનો સમયગાળો) તે દરમ્યાનજાન્યુ. 1915માં ગાંધીજી આફ્રિકાથી ભારત પરત આવી ગયા હતા. બાલ ગંગાધર ટિળક દ્વારા અંગ્રેજ હકૂમત સામેની ચળવળ શરૂ થઇ ગઇ હતી. ટિળકને આઝાદીની એ ચળવળના પિતામહ ગણાવાયા હતા. યુપીમાં તે વખતે ચંદ્રશેખર આઝાદ અંગ્રેજોની સામે પડ્યો હતો અને તેઓ પણ અંગ્રેજોની માલગાડીઓ લૂંટતા હતા. આઝાદે એક અંગ્રેજ પોલીસ અધિકારીની હત્યા પણ કરી હતી અને બીજા ચળવળકારોની સાથે જાણીતા બન્યા હતા. 1919માં જલિયાવાલા હત્યાકાંડે દેશ અને વિદેશમાં હાહાકાર મચાવ્યો હતો. આ તમામ બાબતોની સુલતાનાના જીવન પર અસર પડી જ હશે અને તેથી તેઓ રાય બહાદુરોને ધિક્કારતા હતા. તેમણે પોતાના કૂતરાનું નામ રાયબહાદુર રાખ્યું હતું તે પણ સૂચક જ છે ને. સુલતાનાએ કોઇ ગરીબને રંજાડ્યો નહોતો. તે અંગ્રેજો ને અંગ્રેજોને મદદ કરનારાઓને જ નિશાન બનાવીને તેમને લૂંટીને માલસામાન ગરીબોને આપી દેતો હતો. તેના કારણે વખતે સુલતાના અંગ્રેજોને ભારે પડી રહ્યાં હોવાથી તેમને બદનામ કરવા તેમને ડાકુ એટલે કે લૂંટારા તરીકે જાહેર કર્યા અને સુલતાના જે જાતિના હતા તે ભાન્તુ જાતિ સહિત તમામ ઘૂમતુ જાતિઓને કેદ કરીને તેમની પ્રગતિ રૂંધી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. અંગ્રેજોએ બોંબ ધડાકા કરનારા ભગતસિંહ, રાજગૂરૂ, આઝાદ અને બટુકેશ્વરને પણ ગુનેગાર જાહેર કર્યા હતા. તેમ છતાં જો તેઓ ફાંસીના માંચડે ચઢીને શહીદ ગણાવાયા તો અંગ્રેજોને લૂંટનાર સુલતાનાને અંગ્રેજોએ જ ફાંસીએ ચઢાવ્યા ત્યારે તેમને ડાકુ કે ગુનેગાર શા માટે ગણવા જોઇએ ? શું આપણે સુલતાનાને શહીદ ના કહી શકાય? એવો એક પ્રશ્ન પણ તેઓ કરે છે.

    સુલતાનાએ જે પુત્ર માટે જેલમાં છેલ્લી રાતે પોતાની જીવન કથની કહી તે તેમનો પુત્ર અને પરિવારનું શું થયું..? (ક્રમશ:)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ