-
સાંજ ઢળવા આવી છે. કેદીઓની ગણતરી કરી લેવામાં આવી. કોઇ બાકાત નથી. પણ એક કેદીને અલગ રાખવામાં આવ્યો છે. રાત પૂરી થયા પછી સવારે તેને ફાંસીના માંચડે લટકાવવાનો છે. કાયદાકીય વિધિ પૂરી થઇ ગઇ છે. કેદીને પણ ખબર છે કે આજ કી રાત હૈ બસ જિંદગી...! કેદી એટલો બધા ભણેલો પણ નહીં. હાં તેને એક પુત્ર છે –રાજકુમાર. એની ચિંતા છે. કાલે ફાંસી. આજની રાત જ છે. 4 વર્ષનો રાજકુમાર અત્યારે જેલમાં કઇ રીતે આવી શકે. રહેવાનું દૂર. ટાંચા સાધનો. કેદીએ વિચાર્યું. જેલરને સંદેશો મોકલ્યો-મને પકડનાર પોલીસ અધિકારીને બોલાવો, મારે છેલ્લીવાર મળવું છે.
જેલર ગભરાયો. ખૂંખાર કેદી. કાંઇ હુમલો કરી બેસે તો? છતાં ફાસીના માંચડે ચઢનારની છેલ્લી ઇચ્છા પૂરી કરવાનો નિર્ણય લેવાયો. પેલા પોલીસ અધિકારીને બોલાવવામાં આવો તે પહેલા કેદીને બેડીઓમાં જકડી દેવાયો. કેદીને પકડનાર પોલીસ અધિકારી તે રાતે નાનકડી જેલમાં જ મોજૂદ હતો. કદાચ તેના નશીબમાં કેદીની સાથે તેમનું નામ જોડાવવાનું લખાયેલું હશે. પોલીસ અધિકારીનું નામ સેમ્યુઅલ પીયર્સ. અંગ્રેજ ગોરો અમલદાર. તેને કહેવામાં આવ્યું કે તમે જેમને પકડ્યા અને કાલે જેમને ફાંસી થવાની છે તે કેદી તમને મળવા માંગે છે. જેલરની જેમ પીયર્સને પણ નવાઇ લાગી. આ ગોરા પોલીસ અધિકારીને ભારતની સંસ્કૃતિમાં રસ એટલે પેન-ડાયરી સાથે રાખે. પીયર્સ આવ્યો. એક કોટડીમાં કેદી અને તેની સામે ઇતિહાસમાં રસ ધરાવનાર પોલીસ અમલદાર. કેદીએ કહ્યું કે તે પોતાની આત્મકથા કહેવા માંગે છે જે લખીને તેના 4 વર્ષના પુત્રને પહોંચાડવામાં આવે. જેથી તેને અને તેના સમસ્ત કબિલાને જાણમાં રહે તે શું હતો. ગોરો અમલદાર તો તેની સામે જ જોયે રાખે. કેદીની છેલ્લી ઇચ્છા પૂરી કરવા તે તૈયાર થયો અને શરૂ થઇ એક અનોખી જીવનકથા.
4 વર્ષના રાજકુમારનો પિતા અને કેદી ટૂટી-ફૂટી હિન્દીમાં બોલે અને પીયર્સ અંગ્રેજમાં નોંધ ટપકાવે. વાસ્તવમાં લૂંટફાટ- હત્યા અને કેટલાય ગુના આચરનાર અને જેને પકડવા ઇંગ્લેન્ડથી ખાસ અધિકારીને ભારત બોલાવવામાં આવ્યો તે કેદીનું છેક છેલ્લી ઘડીએ હૃદય પરીવર્તન થયું હતું. 4 વર્ષના દિકરાને વારસામાં શું આપું? કેદીએ પુત્રને ગોરા અમલદારના માધ્યમથી વારસામાં આપ્યું- પોતાની જીવની. પોતાની આત્મકથા. એ કેદી એટલે ભારતનો રોબીનહુડ. ધનિકોને લૂંટે અને ગરીબોને વહેંચે. જેના જીવન પરથી બોલીવુડમાં કેટલીય ફિલ્મો બની. તે કેદી એટલે સુલતાના ડાકુ....!!
છારા-સાંસી સમાજની બોલીમાં એક શબ્દ સામાન્ય છે. અને તે શબ્દ છે- ભાન્તુ. છારા કે સાંસી કે કંજરભાટ, સામેની વ્યક્તિ પોતાના સમાજની છે તે જાણવા અને ચકાસવા પોતાની બોલીમાં પહેલો સવાલ કરશે-તોં ભાન્તુ હૈ ક્યા..?( તમે ભાન્તુ છો કે કેમ?) જો સામેથી કહે કે –હાં એટલે બીજો પ્રશ્ન તૈયાર જ હોય- માલ્હે કા હૈ કી બિઢુઆ કા?( માલ્હા અને બીઢુ છારાના બે મુખ્ય ગોત્ર છે.) જેમ કે હર્ષ બીઢુનો હતો તો રચના માલ્હા ગોત્રની હતી. માલ્હા ગોત્રની કે બીઢુ ગોત્રની અંદરોઅંદર લગ્ન વર્જીત છે. તે સગોત્ર ગણાય અને પાપ કહેવાય. આમ તેને બીજો પ્રશ્ન કરાયો અને કહ્યું કે-હું માલ્હાનો છું.. અને ત્યાંથી પછી વાત આગળ વધે અને તે પછી જ બન્નેને એમ થાય કે તે આપણાં સમાજનો જ છે. સુલતાના ડાકુ ભાન્તુ હતો. તેમણે અંગ્રેજ અમલદારને પોતાની જે જીવનકથા વર્ણવીને પોતાના પુત્રને પહોંચાડવા કહ્યું, તેની નોંધ પરથી એક સ્પેસ સાયન્ટીસ્ટ લેખક સુજીત સરાફ દ્વારા અંગ્રેજીમાં પુસ્તક લખાયું છે-કન્ફેશન ઓફ સુલતાના ડાકુ.
સુલતાના ડાકુના એક ભાઇની પુત્રીના પુત્ર રવિન્દ્રસિંગ ભાન્તુ હાલમાં દિલ્હીમાં રહે છે. તેમનો સંપર્ક કરાતા તેમણે આ લખનારને કહ્યું કે સુલતાના ડાકુ તેમની માતાના કાકા થતા હતા. સુલતાના ડાકુનું મૂળ નામ મેઘસિંગ હતું. આજે પણ યુપીના મુરાદાબાદમાં તેમની સમાધિ આવેલી છે. આજનું યુપી 1920ના ગાળામાં એટલે કે અંગ્રેજ હકૂમત વખતે યુનાઇટેડ પ્રોવિન્સિયલ ગણાતું હતું. તે પ્રાંતના બીજનૌર નજીકના નજીબાબાદમાં તે વખતે મુસ્લિમ વસ્તી વધારે એટલે તેઓ મેઘસિંઘને માનથી સ્થાનિક લોકો સુલતાન કહેતા. સુલતાન પરથી ત્યારબાદ તે સુલતાના ડાકુ તરીકે પ્રખ્યાત બન્યો.
- કિશોર અવસ્થાથી જ ભારતને ગુલામ બનાવનાર ગોરાઓ અને ગોરાઓની સેવા-ચાકરી કરીને રાયબહાદુરો બનેલા સ્થાનિક જમીનદારો, ધનિકો પ્રત્યે નફરત હતી. તે કિશાર અવસ્થામાં હતો ત્યારે જ ઓપન જેલમાં એક ગોરા અમલદારે કામની બાબતે થપ્પડ મારી તો સામે 5-6 થપ્પડો મારતાં ભાન્તુ એટલે કે છારા સમાજના લોકોએ તેને જેલમાંથી ભાગી જવામાં મદદ કરી. કેમ કે તે વખતે સ્થાનિક ગોરાઓને પણ એટલી સત્તા હતી કે જો તેઓ કોઇને ઠાર મારે તો પણ તેમને કોઇ પૂછનાર નહોતા. તેમને એટલી સત્તા આપવામાં આવેલી હતી. તેથી ઓપન જેલમાં મોટી ઉંમરના ભાન્તુઓને લાગ્યું કે આ ગોરો મેઘસિંગને મારી નાંખશે તેથી તેને એને તેની સાથે તેના ભાઇબંધ ભૂરેને ભગાડી મૂક્યા. બહાર નિકળીને તેમણે ભૂરેની મદદથી ધીમે ધીમે ટુકડી બનાવી અને પોતાના દાદાનો વારસો આગળ ધપાવીને ચોરી-લૂંટફાટ શરૂ કર્યું. તેમણે જમીનદારો અને ધનિકોને ત્યાં ધાડ નાંખવાની મુખ્ય પ્રવૃતિ બનાવી હતી.. (ક્રમશ:)