Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • બાળક એટલે ભગવાનનો અવતાર. કોઇ કહે બાળક એટલે ઇશ્વરનો દુત. આ પૃથ્વી પર બાળકનું આવવું કઇ માતાને ના ગમે? બાળકે પૃથ્વી પર જતા પહેલા ઇશ્વરને પૂછ્યું- મને પૃથ્વીવાસીઓની ભાષા આવડતી નથી. ઇશ્વરે કહ્યું- એની વ્યવસ્થા થઇ જશે. બાળકે પૂછ્યું-મને ખાતાં આવડતું નથી. મને ખાતાં કોણ શિખવાડશે? ઇશ્વરે કહ્યું- થઇ જશે. બાળકે ફરી પ્રશ્ન કર્યો પણ મારો ઉછેર કરશે કોણ? ઇશ્વરે કહ્યું- ત્યાં એક વ્યક્તિ છે કે તને બોલતા શિખવાડશે, ચાલતા શિખવાડશે, જમતા શિખવાડશે અને તારૂ લાલન-પાલન પણ કરશે. બાળકે કહ્યું- આટલા બધા કામો એકના જ માથે? એનું નામ ? ઇશ્વરે કહ્યું-મા.

    હર્ષ અને રચના ફારગતી બાદ ફરી એક થયા અને રચનાને સારા દિવસો જતાં તેની કૂખે બાળકી અવતરી. અમારા છારા સમાજમાં અન્ય કેટલાક સમાજોની જેમ દિકરી અવતરે તો મોઢુ ચઢાવતા નથી કે તેની માતાને મેણાં પણ આપતા નથી. છારા સમાજમાં પરિવારમાં દિકરી અવતરે કે દિકરો બન્ને માટે-ભલે પધાર્યા.વેલ કમ. હર્ષ અને તેમના પરિવારોએ પણ બાળકીને આવકારી. અને છારા રીત- રીવાજ પ્રમાણેની વિધિ હાથ ધરી.

    રચનાની સાસુએ બાળકીને લઇને ચોખ્ખા પાણીથી નવડાવી. બાળકીની ફોઇને જાણ કરાઇ અને તે નવા વસ્ત્રો લઇ આવી જે બાળકીને પહેરાવવામાં આવ્યાં. બન્ને પરિવારોમાં આનંદ ઉલ્લાસ. રચનાની સાસુએ શિરામણ મૂક્યું. છારા સમાજમાં છઠ્ઠીના દિવસે પરિવારમાં સૌ મહિલાઓને ખાસ નિમંત્રણ આપીને ઘીથી છલોછલ શિરામણ-શિરો ખવડાવવાની પ્રથા છે. જ્યારે માતાને ગોળના પાણીમાં પલાળેલી રોટલી જેને અમે માંડા કહીએ છીએ તે ખવડાવવામાં આવે છે જેથી તે ફરીથી તંદુરસ્ત બની શકે.

    રચનાના ભાઇને બોલાવીને બાળકીને ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર- દરવાજાની વચ્ચોવચ્ચ સુવડાવવામાં આવી. રચનાના ભાઇ એટલે કે બાળકીના મામાને ઘરની બહાર ઉભા રાખવામાં આવ્યાં. તેમને કાળા દોરાનો એક નાનકડો ટુકડો આપવામાં આવ્યો. કાળા દોરાના એક છેડાને સળગાવીને મામાએ બાળકીની નાભિની આસપાસ ડામ આપ્યા. ત્યારબાદ બાળકીનો જમણો પગ લઇને તેની નાભિ સુધી લઈ જઇને નાભિને અડાડ્યા. ત્યારબાદ બાળકીને તેની માતા રચનાને આપવામાં આવી. નાભી અને તેની આસપાસ સામાન્ય ડામ અને જમણો પગ નાભીની ઉપર મૂકવા પાછળનું કારણ એ છે કે તબીબોના મતે, માનવીનું પેટ તમામ રોગોનું મૂળ. પેટ બરાબર હોય તો તંદુરસ્તી જળવાય. છારા સમાજના પૂર્વજો પણ આ જાણતા હશે તેથી તેઓ નાભીની આસપાસ ડામ અને જમણા પગને અડાડીને બાળકીનું પેટ નિરોગી અને તંદુરસ્ત રહે, બાળકી કંઇપણ ખાય કે પીએ તો તે સરળતાથી પચી જાય તે માટે નાભીને કેન્દ્રસ્થાને રાખીને આ વિધિ કરવામાં આવે છે.

    છઠ્ઠીના દિવસે હર્ષની બેન પણ ઘરે આવી હતી. તેમણે બાળકીનું લાડનું નામ રાખ્યું. જેનું કાયમી નામ મહારાજને બોલાવીને ત્યારબાદ કરાશે. છારા સમાજમાં પણ ફઇ જ બાળકનું નામકરણ કરે છે. છારા સમાજમાં બાળકના જન્મના વાળ ઉતારવા માટેની મૂંડન પ્રથા નથી. હાં કોઇ બાધા-આખડી રાખી હોય તો કુળ દેવતા કે કુળદેવીના મંદિરે જઇને મૂંડન વિધિ સંપન્ન થાય છે. (ક્રમશ:)

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ