-
માનવીના ગુણોમાં ગુસ્સો જન્મજાત છે. ગુસ્સાને કાબુમાં રાખો....એવા ઉપદેશ આપનારાઓથી જગત ભરેલું છે. સૌ નાના-મોટા સાધુ-સંતો અને ડાહ્યા માણસો વિવિધ ઉપદેશોમાં એક ઉપદેશ તો અવશ્ય આપે જ- ક્રોધને કાબુમાં રાખો તો સમજો કે તમે દુનિયા આખી જીતી ગયા. “ઉપદેશ આપનારા પણ ક્યારેક તો ગુસ્સો કરતા હશે કે નહીં....” એમ વળી કોઈ એવો જણ પણ કહે કે જે આવા ઉપદેશ સાંભળી સાંભળી ગુસ્સે થયો હશે...!! માણસ ગુસ્સો કરવાનું છોડી દે કે સાવ સુધરી જાય તો સાધુ-સંતો પાસે બીજુ કામ શું હોય..? હશે. એ એમનો વિષય છે. આપણે અહીં હર્ષ અને રચનાની વાત કરીએ.
રંગે ચંગે લગ્ન થયા બાદ હર્ષ અને રચના છૂટા ફંટાયા. અમારા છારા સમાજમાં વકીલોની સંખ્યા વધારે છે. અમદાવાદમાં છારાઓની અંદાજે 15 થી 20 હજારની વસ્તીમાં 200 જેટલા વકીલો આજની તારીખમાં છે. આ લખનારે પણ વકીલ બનવાનું નક્કી કરીને લો કોલેજમાં પ્રવેશ મેળવ્યો. પણ પ્રથમ વર્ષના બે સેમિસ્ટરમાંથી બીજામાં નાપાસ. અને નક્કી કર્યું કે કંઇક બીજુ કરીએ. અને અમદાવાદની ભવન્સ કોલેજમાં સાંજે ચાલતાં પત્રકારત્વના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવીને 1983-84થી પત્રકારત્વની સફર શરૂ કરી, ગુજરાતના છારા સમાજનો પ્રથમ પત્રકાર બન્યો.
તો વાત એમ બની કે હર્ષ બન્યો વકીલ. ફારગતી થયાને 2-3 વર્ષ થયા હતા. વકીલમિત્રોએ હર્ષને સમજાવ્યો. લગ્ન જીવનમાં તો આવું ચાલ્યા કરે. ગુસ્સો નહીં કરવાનું યાર....પત્ની સામે કોઇનું ચાલ્યું છે કે તારૂ કે મારૂ ચાલે. એટલે રચનાને લઇ આવ. ઘર સંસાર માંડ. વકીલમિત્રોની વગર પૈસાની સલાહ વકીલ હર્ષને મીઠી મધ જેવી લાગી. હર્ષે વાત પહોંચાડી વડિલોને. વડીલો તો તૈયાર જ હતા. રચનાને ચીઠ્ઠી આઇ હૈ...આઇ હૈ....હર્ષ કી ચીઠ્ઠી આઇ હૈ...ની જેમ ખબર પડી કે હર્ષ આવે છે. વિચારોના ગોટે ચઢી- ગુસ્સામાં કેટલું બધુ બોલી ગઇ હર્ષને...ના, ના હવે તો હું જ માફી માંગીશ.
હર્ષના પિતાએ પંચાઇ (પંચાયત)ના ટપાલીને પૈસા આપ્યા અને છારા ભાષામાં કહ્યું –છોરે કા મુસળ ફેર સુ જોડને કા હે( છોકરાની ફારગતી ફોક કરીને ફરીથી છૂટાછેડાને જોડવાનું છે.) ટપાલીએ પંચોને જાણ કરી અને પંચો એકત્ર થયાં. પહેલા તો હર્ષ અને રચનાને પંચોએ બરાબરના આડે હાથે લઇને ખખડાવ્યાં. કેમ કે ફારગતી વખતે આ જ પંચોએ બન્નેને ખૂબ સમજાવ્યાં હતા. પણ માન્યા નહોતા એટલે શાબ્દિક રીતે બરાબરના ઠપકાર્યા પછી શરૂ કરી મુસળ એટલે કે ફારગતીને જોડવાની વિધિ.
પંચોએ ગોળ મંગાવ્યો. આપણે મોટી વાટ બનાવીએ એવી ગોળની બે મોટી અને જાડી વાટ જેવું બનાવ્યું. હર્ષ અને રચનાને બેસાડ્યા. તેમની સામે ગોળની બે જાડી વાટ લઇને બેઠા. મુખ્ય પંચ મનોજે સમાજના પૂર્વજોને સ્મર્યા. ‘છોકરા-છોકરીની ભૂલોને દૂર કરી તેમને માફ કરીને જેમ આ ગોળની બે વાટ એક થઇ જાય તેમ હર્ષ અને રચના પણ એક થઇને પોતાના સંસારમાં ગોળ જેવી મિઠાશ કાયમ રાખે એવા આશિર્વાદ આપજો...... “ એમ કહીને બન્નેના હાથ લઇને મીલાવ્યાં અને જાહેર કર્યું કે જાઓ આજથી તમે હવે ફરીથી પતિ-પત્ની. ખાઓ-પીઓ. મોજ કરો. એમ કહીને બન્ને પક્ષકારો પાસેથી 1100 રૂપિયા પંચાઇની ફી પેટે લીધા. કોઇ ગીલા સીકવા નહીં. બધુ જ અગાઉની જેમ જ સમુસુતરૂ. બન્ને પોતપોતાના ઘરે ગયા અને સમય જતાં રચનાને સારા દિવસો જવા લાગ્યા.....(ક્રમશ:)