-
newzviewz.com ન્યૂઝ પોર્ટલ પર છારા સમાજની એક પ્રસ્થાપિત પરંપરા કૌમાર્ય પરીક્ષા અંગેનો એક સાચો કિસ્સો વાસુ-સપનાના કાલ્પનિક નામો સાથે દર્શાવ્યાં બાદ તેની પ્રતિક્રિયા દેખીતી રીતે જ સમાજમાંથી આવી છે. તેનો ઉલ્લેખ હવે પછી.
આ બાજુ વાસુ અને સપનાની નાનકડી દુનિયા વસે તે પહેલા ઉજડી ગઇ. 5-6 દિવસ પહેલા રંગચંગે અને વાજતે ગાજતે બન્નેના લગ્ન લેવાયા હતા.. પણ છારા સમાજની વર્ષો જુની વર્જીનીટી ટેસ્ટમાં તેઓ કેમ પાસ ના થઇ શક્યા એ તો તેઓ જ કહી શકે. કોઇ માનસિક સમસ્યા હતી..? કોઇ શારીરિક તકલીફ હતી ? તેનું સંશોધન થવું જોઇતું હતું ? નાત પંચાયત દ્વારા તેમાં દરમ્યાનગીરી કરીને કે, ભલે તેઓ છારા સમાજની પૂર્વજો દ્વારા પ્રસ્થાપિત અને બન્ને પરિવારોમાં આદરનું સ્થાન ધરાવનાર કૌમાર્ય ટેસ્ટમાં કોઇ કારણોસર નિષ્ફળ ગયા તો તેમના વડિલોને સમજાવીને તેમને એક રાખી શક્યા હોત? જો પ્રયાસો કર્યા તો સપનાના પરિવારેએ કેમ એવી જીદ પકડી કે નહીં, છોકરો તો નામર્દ છે અને અમે અમારી દિકરી એવાને નહીં આપીએ....? વાસુના પરિવારમાં પણ ધમાસાણ. ના, નહીં ચાલે. ખરાબ વહુ તો જોઇએ જ નહીં...નાત પંચાયતની એક મર્યાદા છે. તેનાથી વધારે તેઓ કાંઇ કરી શકે તેમ હતા જ નહીં. છેવટે બન્ને પરિવારો એકબીજા પર આરોપ-પ્રતિ આરોપ સાથે છુટા પડ્યા. તે સાથે જ વાસુ અને સપના પણ થયા અલગ અલગ. સપનાનો કરિયાવર વાસુના પરિવાર દ્વારા પરત કરાયો. જેમાં વાસુની સાસુએ લગ્ન મંડપમાં પ્રેમપૂર્વક જમાઇને પહેરાવેલી સોનાની વીંટી પણ પરત આપી દેવાઇ. તો સામા પક્ષે સપનાના પરિવારે વાસુએ લગ્ન મંડપમાં સપનાને પહેરાવેલો મંગળસૂત્ર પણ પરત કર્યો. શું આ કિસ્સામા મંગળસૂત્રને “મંગળ” કહી શકાય?
આ બાજુ વાસુ અને સપના એક જ સ્થળે રહેવા છતાં સામસામે મળે તો જાણે કે એકબીજાને ઓળખતાં જ નથી એમ વર્તન કરવાનું શરૂ કર્યું. ક્યારેક અલપઝલપ વાત કરી લેતાં. છેવટે ધીમે ધીમે તેમનું મળવાનું પણ બંધ થયું અને થોડાંક દિવસો બાદ વાસુના પિતાએ તેના માટે બીજી કન્યા શોધવાનું શરૂ કર્યું. અને એક પરિવારની છોકરી પસંદ પડી. વાસુને બતાવવામાં આવી. પસંદ પડી. સમાજમાં સૌને જાણ તો થઇ જ ગઇ હતી કે તેમની ફારગતિ થઇ ગઇ છે. તેથી તેને પોતાની દિકરી આપવામાં કાંઇ વાંધો નહોતો.
સપનાના પરિવારે પણ તેના બીજા લગ્ન માટે કોઇ સારો છોકરો મળી જાય તો સારુ એમ વિચારીને નજર દોડાવવા માંડી. અને છુટી પડેલી સપનાના જીવનમાં પણ જાણે કે બીજા લગ્ન લખાયા હોય તેમ તેને સ્વીકારવા એક કુંવારો છોકરો તૈયાર થયો. સામાન્ય રીતે અન્ય સમાજની જેમ છારા સમાજમાં પણ પરણેલી અને છુટી થયેલી છોકરીને કુંવારો છોકરો મળવો જરીક મુશ્કેલ બને છે. સપનાના નસીબ સારા કે તેને પણ કુંવારો છોકરો મળ્યો. સ્થાનિક ક્ષેત્રમાં જ રહેતો આ છોકરાને ખબર હતી કે સપના પરણેલી છે અને છુટી થયેલી છે,તેમ છતાં તે તેને અપનાવવા તૈયાર થયો. આમ કેટલાક સપ્તાહ પહેલાં જેઓ એકબીજાની સાથે પરણ્યા તેઓ હવે બીજાની સાથે ઘર સંસાર માંડવા તરફ જઇ રહ્યાં હતા.
વર્જીનીટી ટેસ્ટ શા માટે....?.અને શું છે વર્જીનીટી , કેમ તે હોવી જોઇએ....? ( ક્રમશ)