ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ દ્વારા મહિલાઓ માટે ગુજરાતી ભાષામાં ટૂંકી વાર્તા લેખન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કોઈ માધ્યમમાં પ્રકાશિત ના થઈ હોય તેવી મૌલિક કૃતિઓને સ્પર્ધામાં સ્થાન મળશે. ત્રણ હજાર શબ્દોમાં વાર્તા લખવાની રહેશે. મહિલાવર્ગમાં સાહિત્યરસ વધે તે હેતુસર આ વાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધાનું પરિણામ 31 ઓગષ્ટે જાહેર થશે.