Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio
  • પ્રવીણ ઘમન્ડે

    ગુજરાતીમાં કૌમાર્ય, અંગ્રેજીમાં વર્જીન - ભારતમાં જ નહીં પણ વિશ્વ આખામાં વર્જીનીટી એક ચર્ચાનો વિષય છે. રૂઢિચુસ્ત ભારતના જ નહીં, દુનિયાભરમાં કેટલાક સમાજોમાં આજે પણ લગ્ન બાદ સુહાગ રાતે યુવતીના કૌમાર્યની પરીક્ષા લેવાય છે. છોકરી પરીક્ષામાંથી પસાર થઇ તો ઠીક નહીંતર.... કદાચ વાત છૂટાછડા સુધી પણ પહોંચે. બન્ને પક્ષો માને તો લગ્નજીવન આગળ વધે. ના માને તો જે બે દિવસ પહેલા લગ્ન સમારોહ પાછળ લાખો રૂપિયા ઉડાવ્યાં તે ગયા પાણીમાં....

    ગુજરાત સહિત ભારતના લગભગ તમામ રાજ્યોમાં ફેલાયેલા છારા સમાજની આ વાત છે. ક્રિમિનલ ટ્રાઇબ એક્ટ હેઠળ અંગ્રેજોએ નોટીફાઇડ કરેલી અને આઝાદી બાદ ભારત સરકારે ડી-નોટીફાઇડ કરેલી આ જાતિ દેશના અલગ અલગ પ્રદેશોમાં અલગ અલગ નામે ઓળખાય છે. પણ એના રીત-રિવાજોમાં અજીબોગરીબ સામ્ય, વિશિષ્ઠતા અને વિચિત્રતાઓ પણ છે.

    આવો જ એક ચર્ચાસ્પદ કહી શકાય એવો રિવાજ ગુજરાતના છારા સમાજમાં છે. એક એવો કિસ્સો કે જેમાં છોકરીની અગ્નિ પરીક્ષા એક દિવસ નહીં ખાસ્સા દિવસ સુધી ચાલી છેવટે શું થયું....વાંચો.

    વાત છે ગુજરાતના એક મોટા શહેરની . પાત્રોની ઓળખ જાહેર નહીં કરવા આપણે એમના નામ બદલીને વાત કરીશું. શહેરના છારા સમાજના બે પરિવારોએ ભેગા થઇને છોકરી માટે છોકરો અને છોકરા માટે છોકરી પસંદ કરી. એરેન્જડ મેરેજ. વાસુ નોકરી કરે. એ શરીરે પાતળો. સપના શરીરે વાસુ કરતાં જાડી. જો કે એટલી જાડી પણ નહીં કે જેમાં જાડાપણું કે મેદસ્વીતા હોય. પણ બેશક વાસુ કરતા ડબલ કે ત્રિપલ જાડી. સપનાના મા-બાપ સુખી ઘરના. વિચાર્યું કે દિકરીને કોઇ મુશ્કેલી નહીં પડે. છોકરો નોકરી કરે છે અને કંઇક જરૂર પડી તે મા-બાપ તો છે જ. સગાઇની વિધિ પૂરી થઇ. લગ્ન માટે મહારાજને બોલાવ્યાં. શુભ મુહુર્ત નક્કી થયું. જોતજોતામાં લગ્નનો દિવસ આવ્યો. સમાજના આગેવાનો આવ્યાં. 3 દિવસ નાચગાન ખાણીપીણી. વિદેશી દારૂની રેલમછેલ. સંગીત પાર્ટી. મોજ મજા અને હસ્ત મેળાપના દિવસે જાન રંગેચંગે નિકળી. બેન્ડવાજા સાથે જાન સામાપક્ષે પહોંચી. અને લગ્ન થઇ ગયા. રીત રિવાજ પ્રમાણે લગ્ન બાદ તરત જ કન્યાને વરરાજાના ઘરે લઇ જવી પડે. રાતના 3 વાગે લગ્ન પૂરા થયા હોય તો પણ કન્યાને વરરાજાને ત્યાં લઇ જવી ફરજિયાત. વરરાજાના ઘરે જઇને થોડી વાર બેસાડીને કન્યાને તેની બેનો કે વડીલ મહિલાઓ કે પછી જીજા તેને પરત લઇ આવે. આ કિસ્સામાં પણ કન્યાને લગ્ન બાદ વરરાજાને ત્યાં લઇ જઇને થોડીક વાર પછી તેના માતા પિતાને ત્યાં લઇ આવ્યાં. બન્ને પક્ષકારોએ ખાસ કરીને વરરાજાના પક્ષે હાશકારો અનુભવ્યો. “ ચાલો લગ્ન તો ભારે ધામધૂમ અને શાંતિથી પત્યા, પણ વિધિના લેખ કંઇક ઓર લખાયા હતા? વરરાજાના માતા-પિતાની જેમ કન્યાના માતા-પિતા પણ ઉચાટમાં. પહેલી રાત શાંતિથી પતે તો સારૂ.

    લગ્નના એક કે બે દિવસ પછી સારા મુહુર્તમાં કન્યા વિદાયની રસ્મો-રિવાજ હાથ ધરાઇ. જે કરિયાવર આપવામાં આવ્યું તે અને કન્યાની સહેલીઓએ જે ભેટસોગાદ આપ્યા તે તમામ ચીજવસ્તુઓ ખુલ્લી લારીમાં અર્થાત સમાજના લોકો જોઇ શકે એ રીતે નગરમાંથી પસાર કરીને વરરાજાના ઘરે કન્યાની સાથે પહોંચાડવામાં આવી. કન્યા નવા ઘરમાં થોડીક વાર રોકાઇ પછી તેને રાતની તૈયારી માટે નજીકના સગાને ત્યાં લઇ જવામાં આવી. લગ્ન વખતે જે વસ્ત્રો ધારણ કર્યા તે અને સાથે એક છેડાછેડીનું વસ્ત્ર આપવામાં આવ્યું. રાતના 12 વાગે તેને વરરાજાના ઘરે જ્યાં તેમની પહેલી રાત થવાની છે ત્યાં તેની સહેલીઓ લઇ ગઇ. ગંદી વાતો, મશ્કરીઓ અને જોજે હોં થાકતી નહીં. બરાબર રહેજે...આવી વાતો સાંભળીને કન્યા વરરાજાના રૂમમાં પહોંચી. આ તરફ દરવાજો બંધ અને બીજી તરફ બન્ને પક્ષે ચિંતાના દરવાજા ધીમે ધીમે ખુલી રહ્યાં હતા.......

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ