મુંબઈ સહિત મહારાષ્ટ્રના હવામાનમાં ભારે તોફાની પરિવર્તન થઈ રહ્યાં છે. હવામાનના આ ફેરફાર માનવ આરોગ્ય સહિત ખેતીના પાક માટે પણ ભારે ચિંતાજનક- નુકસાનકારક બની શકે છે.
હવામાન ખાતાએ એવો ચેતવણી સૂચક વરતારો આપ્યો છે કે આવતા ૨૪ કલાક દરમિયાન મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના પાંચ જિલ્લા (અમરાવતી, ભંડારા, ગોંદિયા, નાગપુર, વર્ધા)માં મેઘગર્જના, વીજળીના પ્રચંડ કડાકા, તોફાની પવન, કરા પડવાનું ભારે તોફાની વાતાવરણ સર્જાય તેવાં કુદરતી પરિબળો ઘુમરાઈ રહ્યાં છે. એટલે આ પાંચેય જિલ્લા માટે આવતા ૨૪ કલાક માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે.