દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની વધુ એક ઈનિંગ્સનો ધમાકેદાર પ્રારંભ થઈ ગયો છે. દક્ષિણ ગુજરાતના 12 તાલુકામાં 12 ઈંચથી વધુ વરસાદ હતો. રાજ્યમાં ચોમાસાની વર્તમાન સિઝનનો 23 ઈંચ્ચ સાથે 67 ટકા જેટલો વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, વલસાડ, દમણમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ જ્યારે પાટણ, મહેસાણા, સુરત, ડાંગ, તાપીમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત આગામી બે દિવસ માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે.