મુંબઈમાં સોમવારે બપોરે ભાગ્યે જોવા મળે તેવાં ડસ્ટ સ્ટોર્મ બાદ ત્રાટકેલા આંધી તોફાન સાથેના વરસાદમાં ઘાટકોપર વિસ્તારમાં એક ૧૨૦ ફૂટ બાય ૧૨૦ ફૂટનું વિશાળ હોર્ડિંગ તેનાં ગર્ડર સાથે પેટ્રોલ પંપ પર ખાબકતાં વરસાદ અને આંધીથી બચવા પેટ્રોલ પંચ નીચે આશરો લેનારા ૧૦૦થી વધુ લોકો દટાયા હતા. તેમાંથી ચારનાં મોત થયાં હતાં જ્યારે અન્ય ૭૦થી વધુને ગંભીર ઈજાઓ સાથે જુદી જુદી હોસ્પિટલોમાં લઈ જવાયા હતા. આશરે એક કલાકના ંડસ્ટ સ્ટોર્મને લીધે મુંબઈગરાઓના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. શહેરમાં બીજાં પણ અનેક સ્ટ્રક્ચર્સ, હોર્ડિંગ, વૃક્ષો ધરાશાયી થવાની ઘટનાઓ સર્જાઈ હતી. શહેરમાં ડસ્ટ સ્ટોર્મ તથા વરસાદને કારણે ટ્રેનો, મેટ્રો સેવાઓ ખોરવાઈ હતી તથા ફલાઈટ્સ પણ એક કલાક માટે બંધ રાખવાની નોબત આવી હતી.