દેશભરમાં હાલ નીટ-યુજી ૨૦૨૪માં ગેરરીતિ, પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો છે. આવા સમયે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધીએ આ મુદ્દા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર શાબ્દિક હુમલા કર્યા હતા. તેમણે આક્ષેપ કર્યો કે, પીએમ નરેન્દ્ર મોદીએ પેપર લીક રોકી શકતા નથી કે પછી રોકવા માગતા નથી. વિપક્ષે પણ નીટ મુદ્દે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી.