ઈઝરાયલ અને હમાસ વચ્ચે લાંબા સમયથી ચાલતું યુદ્ધ હવે ખતમ થવાની અણીએ હોય તેવું લાગે છે. હમાસે ઈઝરાયલને યુદ્ધ ખતમ કરવાનું આહ્વાન કરતાં કહ્યું કે અમે તમામ બંધકોને છોડવા તૈયાર છીએ પણ સામે તમારે યુદ્ધ ખતમ કરવું પડશે.
હમાસના લીડરે મૂકી શરત
હમાસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમે ઈઝરાયલની જેલમાં કેદ પેલેસ્ટિની નાગરિકોના બદલામાં તમામ બંધકોને છોડવા રાજી છીએ. અમે તમામ ઈઝરાયલી બંધકોને મુક્ત કરી દઈશું. હમાસના નેતા ખલીલ અલ હાયાએ ટેલિવિઝન પર કહ્યું કે હવે અમે કોઈ વચગાળાની સમજૂતિ કરવા માગતા નથી. કાયમી ઉકેલ લાવવો પડશે. તાત્કાલિક અસરથી યુદ્ધ ખતમ કરો. અમે ગાઝામાં યુદ્ધ નથી ઇચ્છતા.