નીટ સુપર સ્પેશ્યાલિટીની પ્રવેશ પરીક્ષાની પેટર્ન બદલવાના વિરોધમાં ૪૧ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટર્સે અરજી કરી હતી. એ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી અને આગામી સાત દિવસમાં એ મુદ્દે જવાબ આપવાનો આદેશ કર્યો છે.
નીટ સુપરસ્પેશ્યાલિટીની પ્રવેશ પરીક્ષા ૧૩-૧૪ નવેમ્બરે લેવાશે. એ પહેલાં પરીક્ષાની પેટર્ન બદલવાનો મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ૪૧ પોસ્ટ ગ્રેજ્યુએટ ડોક્ટરોએ સુપ્રીમ કોર્ટમાં એ પેટર્નની સામે સવાલો ઉઠાવ્યા છે. અત્યાર સુધી નીટ એસએસની પરીક્ષામાં ૪૦ ટકા જનરલ મેડિસીનના સવાલો પૂછાતા હતા. ૬૦ ટકા સુપર સ્પેશ્યાલિટીના સવાલો પૂછાતા હતા. તેના બદલે નવી પરીક્ષા પેટર્નમાં જાહેરાત થઈ હતી કે બધા જ સવાલો જનરલ મેડિસીનના જ પૂછાશે.