ગુજરાત રાજ્યમાં કરાર આધારિત વ્યાયામ શિક્ષકની ભરતી બંધ થાય અને કાયમી વ્યાયામ શિક્ષકોની સત્વરે ભરતી કરવામાં આવે તેવી માંગ સાથે 400થી વધુ વ્યાયામ શિક્ષકોએ વહેલી સવારથી ગાંધીનગરના રામકથા મેદાનમાં ધામા નાખ્યા છે. અનેવાર રજૂઆતો કરવા છતાં કાયમી શિક્ષકોની ભરતી કરવામાં ન આવતાં વ્યાયામ શિક્ષકો મેદાને ઉતર્યા છે.