ઉત્તર પ્રદેશના મહુવામાં ગણેશ વિસર્જન કરવા જઈ રહેલા લોકો પર પથ્થરમારા નો મામલો સામે આવ્યો છે. પથ્થર મારા બાદ બંને જૂથ વચ્ચે અથડામણ થઈ ગઈ છે.ઘટના બાદ રોસે ભરાયેલા હિન્દુ સંગઠનના કાર્યકર્તાઓએ કોતવાલીમાં સૂત્રોચાર કરી ખૂબ હંગામો કર્યો હતો. બીજી તરફ પોલીસે ઘટના સ્થળે પહોંચીને વિસ્તારમાં લોકોને એકઠા થવા પર રોક લગાવવાની સાથે જ કેટલાક લોકોને કસ્ટડીમાં લીધા હતા. અને મોટી સંખ્યામાં પોલીસ દળ તેહનાત કરી દેવામાં આવ્યો છે. આ મામલો શહેર કોતવાલી વિસ્તારના કસૌરાટોરી વિસ્તારનો બતાવવામાં આવી રહ્યો છે.