દિલ્હીના નાંગલોઈ વિસ્તારમાં મોહરમના (Muharram) જુલૂસ દરમિયાન પથ્થરમારાની ઘટના સામે આવી છે. મોહરમ નિમિત્તે શનિવારે સાંજે તાજિયા કાઢવામાં આવી રહ્યા હતા. તાજિયા જુલૂસમાં સામેલ કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો. જુલુસમાં સામેલ લોકો તાજિયાને સૂરજમલ સ્ટેડિયમની અંદર લઈ જવા માંગતા હતા. સ્ટેડિયમનો ગેટ બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસ જુલૂસમાં સામેલ લોકોને સ્ટેડિયમની અંદર જતા અટકાવી રહી હતી. તેની પર જુલૂસમાં સામેલ લોકો ગુસ્સે થઈ ગયા અને પથ્થરમારો કરવા લાગ્યા.