વંદે ભારત ટ્રેન પર પથ્થરમારાની ઘટનાઓ અટકી રહી નથી. આ વખતે ધારવાડ-બેંગલુરુ એક્સપ્રેસને નિશાન બનાવવામાં આવી હતી, જેમાં ટ્રેનની બારીના કાચને નજીવું નુકસાન થયું હતું. પથ્થરમારાની ઘટના દેવનગીરી રેલવે સ્ટેશન પાસે બની હતી. આ ટ્રેનને તાજેતરમાં પીએમ મોદીએ લીલી ઝંડી બતાવી હતી. રેલવેએ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.