અમદાવાદમાં કોરોના બેકાબૂ બનતાં તંત્ર દ્વારા હાલમાં જ વધારાની પેરામિલિટરી ફોર્સની ટીમ તહેનાત કરવામાં આવી છે. તેમ છતાં હજુ પણ કોટ વિસ્તારનાં લોકો લોકડાઉનનો ભંગ કરી રહ્યા છે. શાહપુરના રંગીલા પોલીસ ચોકી પાસે સરકીવાડમાં લોકડાઉનનું પાલન કરાવવા જતાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જે બાદ લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો.
પથ્થરમારાની ઘટના બનતાં જ પોલીસ પણ એક્શનમાં આવી ગઈ હતી. અને સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગેસના શેલ છોડ્યા હતા. શાહપુરમાં પથ્થરમારાની ઘટના બનતાં જ મોટી સંખ્યામાં પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. અને પોલીસનાં ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ હુમલામાં શાહપુરનાં પીઆઈને ઈજા પહોંચી છે. તો પોલીસે આ મામલે 10થી વધુ લોકોની અટકાયત કરી છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.