સુરતથી અયોધ્યા જતી આસ્થા એક્સપ્રેસ પર પથ્થરમારાને લઈને કલમ 154 રેલવે એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
ઈશ્વર નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે
જ્યારે રવિન્દ્ર નામનો અન્ય એક વ્યક્તિ કસ્ટડીમાં છે
બંનેની પૂછપરછ દરમિયાન પોલીસના જણાવ્યા અનુસાર ઈશ્વર પોતાને માનસિક દર્દી ગણાવે છે.
રવિન્દ્ર વિશે વધુ માહિતી નથી.સૂત્રો અનુસાર, ઈશ્વર નાંદેડનો રહેવાસી છે.
પથ્થરમારો બાદ જીઆરપી આરપીએફ ધરપકડ કરવા ગઈ હતી અને તેમના પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેમાં બાબુલાલ નામના
કર્મચારીને પગમાં પથ્થર વાગ્યો હતો.
આરપીએફએ સ્ટેશનમાં એફઆઈઆરના રૂપમાં કેસ નોંધ્યો છે