જમ્મુ અને કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકીઓએ હુમલો કરી દીધો હતો, જેને પગલે એક જવાન શહીદ થયો હતો. આતંકીઓ સામે જ્યારે સૈન્ય ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે સ્થાનિકોએ સૈનિકો પર પથ્થરમારો કરી દીધો હતો. જેને પગલે જવાબી કાર્યવાહીમાં સૈન્ય દ્વારા ટોળા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. કેટલાક સ્થાનિકો દ્વારા આર્મી પર પથ્થરમારો કરી આતંકીઓને મદદ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.