આંધ્રપ્રદેશના વિજયવાડામાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરી રહેલા CM વાયએસ જગન મોહન રેડ્ડી પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોએ CM પર પથ્થરમારો કર્યો હતો. જેના કારણે વાયએસ જગન મોહન રેડ્ડીને કપાળ પર ઈજા થઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે અજાણ્યા શખ્સોએ પથ્થરમારો કર્યો હતો. ‘મેમંથા સિદ્ધમ (અમે બિલકુલ તૈયાર છીએ)’ શીર્ષકવાળા ચૂંટણી પ્રચાર દરમિયાન, મુખ્ય પ્રધાન વાયએસ જગન મોહન રેડ્ડી પર પથ્થરો ફેંકવામાં આવ્યા હતા અને એક પથ્થર તેમની આંખની ઉપરના કપાળ પર વાગ્યો હતો અને તેઓ ઘાયલ થયા હતા.