મિઝોરમની રાજધાની આઈઝોલમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીં ભારે વરસાદને કારણે એક પથ્થરની ખાણ ધસી ગઈ છે. આ ગંભીર દુર્ઘટનામાં 10 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અનેક લોકો દટાયાની આશંકા લગાવાઈ રહી છે. હાલ પોલીસકર્મીઓ બચાવ કાર્યમાં લાગેલા છે. ભારે વરસાદને કારણે નદીઓના સ્તરમાં પણ વધારો થયો છે. નદી કિનારે રહેતા લોકોને ઘર છોડીને સલામત સ્થળે જવું પડ્યું છે.