જમ્મુ-કશ્મીરના પુલવામામાં થયેલા આંતકી હુમલાના વિરોધમાં શાહપુરના નાગોરીવાડ પાસે ગઈકાલે રાતે નીકળેલી કેન્ડલ માર્ચ દરમિયાન પાકિસ્તાન મુર્દાબાદના નારા લાગ્યા પછી રેલી પર કોઈએ કાંકરીચાળો કર્યો હતો. જેમાં બે જૂથ આમને-સામને આવી ગયા હતા અને પથ્થરમારો શરૂ કર્યો હતો. શાહપુર પોલીસ અને ઉચ્ચ અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો હતો જો કે, આ ટોળાએ પોલીસ ઉપર પણ પથ્થરમારો કર્યો હતો. જેમાં બે પોલીસ કર્મી ઘાયલ થયા હતા.
આ ટોળાએ એક કારમાં પણ આગ લગાડી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ ઘટનાસ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે કુલ સાત ટીયર ગેસ છોડ્યા હતા તેમજ સમગ્ર વિસ્તારમાં કોમ્બિંગ શરૂ કરી કુલ 35 લોકોની ધરપકડ કરી હતી.