અમદાવાદ સીટી મ્યૂઝિયમ ખાતેથી ૨૦૧૦માં ચોરાયેલો મુઘલ કાળનો દુર્લભ સોનાનો સિક્કો હજુ મળ્યો નથી. જૂન ૨૦૧૦માં આ સોનાનો સિક્કો ચોરાઈ ગયો હતો જે આજ સુધી મળ્યો નથી. મુલાકાતીઓ માટે તેની નકલ મુકાઈ છે. સુરક્ષા માટે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. શહેરમાં પાલડી વિસ્તારમાં આવેલા સંસ્કાર કેન્દ્ર ખાતે આવેલા સિટી મ્યૂઝિયમથી આ સિક્કો ચોરી થયો હતો.