ગ્લોબલ બજારોમાં મળેલા નબળા સંકેતોથી આજે ભારતીય બજારની શરૂઆત ઘટાડા સાથે થઈ છે. કારોબારની શરૂઆતમાં સેન્સેક્સ 320 અંક એટલે કે 0.24 ટકા ઘટીને 38,725.79 પર અને નિફ્ટી 30.75 અંત એટલે કે 0.27 ટકા ઘટીને 11,481.65 પર ખુલ્યું છે. સેન્સેક્સના 30માંથી 17 અને નિફ્ટીના 50માંથી 28 શેરમાં નુકસાન જોવા મળી રહ્યું છે.