શેરબજાર આજે ફરી આકર્ષક ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યું છે. નિફ્ટી 50 આજે ફરી નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે. જ્યારે સેન્સેક્સ પણ 511.14 પોઈન્ટ ઉછળ્યો છે. બીએસઈ માર્કેટ કેપ નવી સર્વોચ્ચ ટોચે નોંધાયું છે. બીજી બાજુ રૂપિયો ડોલર સામે 5 પૈસા સુધરી 83.53 પર ટ્રેડ થઈ રહ્યો છે.
સેન્સેક્સ આજે 222.52 પોઈન્ટના સુધારા સાથે ખૂલ્યા બાદ 11.00 વાગ્યે 522 પોઈન્ટ ઉછળી 76978ના સ્તરે પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 159 પોઈન્ટના ઉછાળા સાથે 23423.85 પર ટ્રેડ થઈ રહ્યો છે. નિફ્ટીએ આજે 23441.95ની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી છે. બીએસઈ માર્કેટ કેપ 430.24 લાખ કરોડ થયુ છે. Sensex તેેની ઓલટાઈમ હાઈ 77079ની સપાટી નજીક પહોંચ્યો છે.