ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરના કારણે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાઓના વાદળો તેમજ વિદેશી રોકાણકારોની સતત વેચવાલીના કારણે શેરબજારની સાપ્તાહિક શરુઆત નબળી રહી છે. સેન્સેક્સ 500 પોઇન્ટથી વધુ ઘટાડે ખૂલ્યા બાદ 807.67 પોઇન્ટ તૂટ્યો હતો. 10.39 વાગ્યે 758.10 પોઇન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 22600નું લેવલ તોડી 22548.35 થયો હતો. રોકાણકારોએ વધુ રૂ. 4.09 લાખ કરોડ ગુમાવ્યા છે.