શેરબજારમાં મંદીનું જોર સતત વધી રહ્યુ છે. આજે સાર્વત્રિક વેચવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ સતત ઘટ્યું છે. સેન્સેક્સ 708.69 પોઈન્ટના કડાકા સાથે 80000નું લેવલ ગુમાવી 79356.47 થયો હતો. નિફ્ટી પણ 24400થી ઘટી 24113.05ના નીચા લેવલે પહોંચ્યો હતો.
રોકાણકારોના 8 લાખ કરોડ સ્વાહા
છેલ્લા કેટલાક દિવસથી શેરબજારમાં મોટા કરેક્શનના માહોલ વચ્ચે રોકાણકારોએ આજે વધુ રૂ. 8.32 લાખ કરોડ ગુમાવ્યા છે. 11.11 વાગ્યે સેન્સેક્સ 640.37 પોઈન્ટ અને નિફ્ટી 254.50 પોઈન્ટના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેર્સમાં મોટુ ગાબડું નોંધાયું છે.