કારોબારી સપ્તાહના ત્રીજા દિવસે શેરબજાર ગ્રીન ઝોનમાં ખુલ્યું છે. BSE પર સેન્સેક્સ 90 પોઈન્ટના ઉછાળા સાથે 81,778.84 પર ખુલ્યો હતો. જ્યારે NSE પર નિફ્ટી 0.05 ટકાના વધારા સાથે 25,030.80 પર ખુલ્યો હતો. ઈન્ડેક્સમાં લગભગ 1787 શેર વધ્યા, 633 શેર ઘટ્યા અને 128 શેરમાં કોઈ ફેરફાર થયો ન હતો.
બજાર ખુલતાની સાથે જ નિફ્ટી પર, એલટીઆઈ મીડટ્રી, વીપ્રો, એમએન્ડએમ, ટાટા મોટર્સ, ઈનફોસીસ નફા સાથે (ગ્રીન ઝોનમાં) ટ્રેડ થઈ રહ્યા હતા, જ્યારે ઓએનજીસી, એક્સિસ બેંક, શ્રીરામ ફાઈનાન્સ, ડિવાઈસ લેબ અને એનટીપીસી નુકસાન સાથે (રેડ ઝોનમાં) ટ્રેડ થઈ રહ્યા હતા.