ભારતીય શેરબજારમાં તેજીનો સિલિસલો યથાવત છે. આજે ભારતીય શેરબજાર નવી સર્વોચ્ચ સપાટીએ(Share Market All Time High Level) ખુલ્યા છે. sensex 65000 ને પાર પહોંચ્યો છે. છેલ્લા કેટલાક સેશનથી સતત વધારાએ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. નિષ્ણાંતો અનુસાર શેરબજારની દૃષ્ટિએ જુલાઇ મહિનો ખૂબ જ સકારાત્મક રહે છે. અત્યાર સુધીના આંકડાઓની વાત કરીએ તો, 20માંથી 16 વર્ષમાં સરેરાશ વળતર 3% મળ્યું છે. શેરબજારના જાણકારોના મટે નિફ્ટી 18550 અને બેન્ક નિફ્ટી 43000 પર સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશનમાં રાખી શકાય છે. નિફ્ટી અને બેન્ક નિફ્ટી માટે પણ મહત્વપૂર્ણ સ્તરનું અનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ સંજોગો શેરબજાર હજુ નવા વિક્રમ સ્થાપિત કરી શકે છે.