બજેટના કારણે આજે શેરબજારમાં શનિવાર હોવા છતા ટ્રેડિંગ ચાલું રહેશે. મળતી માહિતી પ્રમાણે માર્કેટ સાથે જોડાયેલા લોકોની અપીલ બાદ આ નિર્ણય લેવાયો છે. કારણ કે, બજેટની જાહેરાતથી બજારમાં ઘણા ઉતાર-ચઢાણ આવે છે. 2015માં પણ બજેટના દિવસે શનિવાર હોવાના કારણે BSE પર ટ્રેડિંગ થયું હતું. સામાન્ય રીતે શનિવાર-રવિવારે શેર બજાર બંધ રહે છે. સવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સ 1000 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો. જોકે, ત્યાર બાદ રીકવરી જોવા મળી રહી છે... હાલમાં સેન્સેક્સમાં 50 પોઈન્ટ જયારે નિફ્ટીમાં 10 પોઈન્ટનો ઉછાળો જોઈ શકાય છે.