Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

અમેરિકા તથા ભારતમાં લોકડાઉનમાં રાહત અપાયા બાદ કોરોના વાયરસ વકરવાની સાથે તેનો બીજો તબક્કો શરૂ થવાના ફફડાટની સાથે સાથે વૈશ્વિક અર્થતંત્રમાં સુધારો થવાની આશા પર બ્રેક લાગી જતા અમેરિકી શેરબજારમાં કામકાજના પ્રારંભિક તબક્કામાં 1500 પોઇન્ટનો કડાકો નોંધાયો હતો. બીજી તરફ ભારતીય શેરબજારમાં આ અહેવાલો પાછળ વેચવાલીનું દબાણ પ્રબળ બનતા દિવસના અંતે સેન્સેક્સમાં 709 પોઇન્ટનું ગાબડું નોંધાયું હતું.

કોરોના મહામારીના પગલે અમેરિકામાં પણ લોકડાઉન અમલી બનાવાયા બાદ તાજેતરમાં ત્યાં પણ અનલોકનો પ્રથમ તબક્કો હાથ ધરાયો હતો. જેમાં ટેક્સાસ, કેલીફોર્નીયા સહિતના અન્ય સ્ટેટમાં કોરોનાના કેસમાં વધારો થતા ચિંતાનો માહોલ ઉદભવ્યો હતો.

બીજી તરફ એનાલીસ્ટોએ ફેડરલની પોલીસીને ટાંકીને જણાવ્યું હતું કે ફેડરલની પોલીસી, પેકેજ આવકારદાયક છે. પરંતુ જો કોરોનાના બીજો તબક્કો શરૂ થશે તો તેનો સામનો કરવા માટે પૂરતા નથી. યુએસ ફેડરલે 2022 સુધી વ્યાજ દર શૂન્ય સપાટીએ રાખવાનો નિર્ણય લીધો  હતો.

આ અહેવાલોની આજે અમેરિકી શેરબજાર પર પ્રતિકૂળ અસર થવા પામી હતી. આજે કામકાજનો પ્રારંભ 700 પોઇન્ટ આસપાસના ગાબડા સાથે થયા બાદ વેચવાલીના ભારે દબાણે નરમાઇનો પ્રવાહ ઝડપથી આગળ વધ્યો હતો.

મોડી સાંજે, ડાઉજોન્સ 1172 પોઇન્ટ તૂટીને 25817.96ની સપાટીએ ઉતરી આવ્યો હતો. જ્યારે નાસ્ડેક 277 પોઇન્ટ તૂટીને 9744ની સપાટીએ ઉતરી આવ્યો હતો. આમ, એપ્રિલમાં બોલેલ ખાનાખરાબી બાદ આજે બજારમાં ફરીથી કડાકો  બોલી ગયો હતો.

ભારતમાં રેટિંગ એજન્સીઓ દ્વારા અર્થતંત્રની વૃધ્ધિમાં ગિરાવટના લક્ષ્યાંકો મૂકાવાની સાથોસાથ ઓર્ગેનાઇઝેશન ઓફ ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (એઇસીડી) દ્વારા પણ ભારતમાં વૃધ્ધિનો અંદાજ નેગેટીવ માનઇસ 3.7 ટકા મૂકતા બજારમાં  ભારે ગભરાટ ફેલાઇ  ગયો હતો.

મોડી સાંજે સોનામાં ઉછાળો, ક્રૂડમાં કડાકો

ફેડરલ રિઝર્વ દ્વારા 2022 સુધી વ્યાજ દર શૂન્ય સપાટીએ રાખવાના કરેલ નિવેદન બાદ વૈશ્વિક બજારમાં સોનામાં સેફ હેવનરૂપી લેવાલી નીકળતા વૈશ્વિક બજારમાં મોડી સાંજે સોનું 1723 ડોલરથી વધીને 1740 ડોલર પહોંચી ગયું હતું. બીજી તરફ ક્રૂડ ઓઇલમાં 7થી 8 ટકાનું ગાબડું નોંધાતા ન્યુયોર્ક ક્રૂડ 36.45 ડોલર અને બ્રેન્ડ ક્રૂડ તૂટીને 38.80  ડોલર ઊતરી આવ્યું હતું.

આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ